Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સોમનાથ-શંખ અને પૂજન સામગ્રી નિર્માણ માટે હબ બન્યું

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા. ૧૮ :. સોમનાથ મહાદેવ મંદિર આંગણે સદાશિવપ્રિય શંખ અને પૂજન તથા શિવભકતોને સમુદ્રી ઉત્પન્ન દુકાનો સોમનાથ મંદિર આસપાસ આવેલી છે.

તેઓની જરૂરીયાત અને સૌરાષ્ટ્રભર તથા દેશ-વિશ્વના બજારોમાં આવી જરૂરીયાતો પહોંચાડવા આંધ્રના રાજુ લંકેએ છેલ્લા ચાર વર્ષથી અનોખુ સાહસ કર્યુ છે જે અહીંના શંખ-છીપ-ગોમતીચક્ર દેશના-વિશ્વના અન્ય ભાગોમાં પહોંચાડે છે. જ્યારે અહીં અને સૌરાષ્ટ્ર તિર્થોના વેપારીઓની જરૂરીયાત દેશ-વિશ્વના જે તે પ્રદેશની વિશેષતાઓ અહીંના વેપારીઓને પુરી પાડે છે.

દરીયાઈ શંખોને સાફ કરવા વિશેષ મશીન ઉપકરણો ખાસ વસાવેલ છે અને શંખ વાગી શકે તે માટે શંખ છેડે ખાસ છીદ્ર પણ પાડવા જ પડે છે જે તેઓ કુશળતાથી કરી જરૂરીયાતો સંતોષે છે.

તેઓ મેકસીકો, ઈન્ડોનેશીયા, ફીલીપાઈન્સ, ભારતમાં દ્વારકા, રામેશ્વર, કન્યાકુમારી, કાકીનાડા, ત્રિવેન્દ્રમ, કલકત્તા, તળાજા વગેરે સ્થળોએથી શંખ, વિષ્ણુશંખ, લક્ષ્મીશંખ, ગણેશ શંખ, પંચમુખી શંખ, ગદા શંખ, લક્ષ્મી કોડી, સફેદ કોડી, શંખ-છીપના ઝૂમર, પરદા, તોરણ, શંખની લેડીઝ આઈટમો, બ્રેસલેટ કોડી, શંખ વીટી, ઈમીટેશન, મોતીમાલા, પેન્ડલ.

તેઓ દ્વારકા, માધવપુર, રામેશ્વર, તિરૂપતિ બાલાજી, દિવ, ભાવનગર તેમજ દેશના અન્ય સ્થળોએ આદાન-પ્રદાન કરી શિવપ્રિય આઈટમોથી બજારને ધમધમતુ રાખી શિવભકતોને ઉપયોગી બની અને તીર્થોની આજીવીકા, રોજીરોટી સ્વ સાથે સૌની ધમધમતી રાખે છે.

(10:13 am IST)