Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ટિમ ગબ્બરની રજુઆતનો પડઘોઃ આખરે આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટ ઘુંટણીએ.. વિસાવદર બિલખા રોડમાં સફેદ પટા તથા બોર્ડ લગાવ્યા

વિસાવદર તા.૧૮: ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના સ્થાનીક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી શ્રી,સચિવશ્રી,માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર(સ્ટેટ) જુનાગઢ વિગેરેને તા. ૦૬/૦૮/૨૧ ના રોજ રજુઆત કરી જણાવેલ કે,વિસાવદરથી બીલખા રોડ વચ્ચેના વળાંકોમાં સાઈન બોર્ડ મુકવા તથા ટ્રાફિક નિશાનીઓ,રેડિયમ સ્ટીકર લગાવવા બાબત રજુઆત કરેલી અને નવો રોડ બનેલ હોય એમ છતાં પણ આ રોડ ઉપર કોઈપણ પ્રકારના બોર્ડ કે સાઈન બોર્ડ કે કિલોમીટરના કે વળાંકના બોર્ડ નહીં મુકતા પી.જી.પોર્ટલમાં ફરિયાદ કરેલ હતી અને માંગ કરેલ હતી કે, વિસાવદર -બીલખા રોડ નવો બનાવવામાં આવેલ છે.

આ રોડ નવો બનેલ હોવાથી કોઈપણ વાહન સ્પીડથી આવતું હોય તે સમજી શકાય તેવી બાબત છે આ રોડ ઉપર ઘણા બધા વળાંકો, સર્પાકાર વળાંકો,પુલ, સીધો રોડ,ટર્ન રોડ,એવા અન્ય રોડ આવતા હોય આ વળાંક પહેલા ની જગ્યાએ નિયમ મુજબના સાઈન બોર્ડ મુકવા જોઈએ તેમુકાયેલ નથી અને કિલોમીટરની જાણ ના પણ બોર્ડ ન હોવાના કારણે વાહન સ્પીડથી આવતું હોય વળાંકના બોર્ડ વર્ષોથી ન હોય તેથી અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય એમ છતા પણ આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટને કે અન્ય વિભાગને આ નજરમાં આવતું ન હોય તેથી રાત્રીના સમયે જલ્દીથી ડ્રાઈવિંગ કરતા લોકોને સરળતાથી દેખાય એવા રેડિયમની નિશાની તાત્કાલિક તમામ વળાંક વાળી જગ્યાએ સાઈન બોર્ડ લગાવવા માગણી કરેલ હતી.ઉપરાંત રજુઆતમાં વધુમાં જણાવેલ કે,કોઈપણ નવા રોડ બને તેમાં રોડમાં નીચે લાઈટો ફિટ કરવાની હોય છે અને વળાંકો તથા સ્પીડ બ્રેકર ચોક્કસ ઊંચાઇના તથા આકારના હોવા જોઇએ તેની ઉપર સફેદ કલરના પટ્ટા દોરવા ફરજિયાત છે.જેથી વાહનચાલકને સ્પીડ બ્રેકર હોવા અંગેની જાણ થાય મુશ્કેલી છે કે બન્ને નિયમોનું ચુસ્તપણે પાલન નથી થતું સ્પીડ બ્રેકરની બિનજરૂરી વધારાની ઊંચાઇથી અકસ્માત વધવાની સંભાવના રહે છે.આ રોડ ઉપર આવેલ સ્પીડબ્રેકરો પાસે રેડિયમ બોર્ડ લગાવવામાં આવે જેથી વાહનચાલકને આગળ સ્પીડ બ્રેકર હોવાનું માલુમ પડે અને વાહનનું સંતુલન જાળવી શકે અને અકસ્માત અટકી શકે ટીમગબ્બરની ઉપરોકત લેખિત રજુવાત યોગ્ય અધિકારી વિભાગ ને પહોંચાડી રજુવાત અન્વયે કરેલીકાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરના પત્ર વ્યવહારના સરનામે મોકલી આપવા માટે અરજ કરેલ હતી.

તે રજુઆત બાદ ટૂંકાગાળામાં આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટ ઘૂંટણિયે પડી પોતાની ભૂલ સુધારી તાત્કાલિક અસરથી સફેદ પટા તથા સાઈન બોર્ડ મુકવાની કામગીરી ચાલુ કરાતા પ્રજામાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ટિમ ગબ્બરની રજૂઆતનો પડદ્યો પડતા ટિમ ગબ્બર ગુજરાતને પણ અભિનંદન પાઠવાઈ રહ્યા હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(10:13 am IST)