Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઓખા સર્વોદય મહિલા મંડળ પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા કોરોનાની જાગૃતિ વિષય પર ઓનલાઇન નિબંધ સ્પર્ધા

ઓખા : ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાને કોરોના મુકત કરવા ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા અનોખુ અભ્યાન ચલાવાયું છે. જેમાં છેલ્લા ૧૮ મહિનાથી માસ્ક, સેનિટાઇઝર નાશ મશીન વિતરણ સાથે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રોગ્રામોનું ઓનલાઇન આયોજન કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા ઓનલાઇન નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. જેના વિષય હતા કોરોના વોરિયર્સ, કોરોના શું છે અને તેની જાગૃતતા ખૂબ જ જરૂરી છે. આ સ્પર્ધામાં ધોરણ ૫ થી ૧૨ ના કુલ ૪૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. અહીં પ્રમુખ સાથે તમામ મહિલા અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ 'કોરોના મુકત ઓખા મંડળ' નો સંકલ્પ કર્યો હતો. ઓખા રાઘુવંશીની સીબીએસસી ધો. ૧૦ ની ટોપ ૩ તેજસ્વિનીનું સન્માન કરવામાં આવેલ અને ઓખાના બાકી રહેલા કુલ ૨૧૬ જેટલાને વેકસિનનો ડોઝ પણ અપાયા હતા. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા)

(10:12 am IST)