Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મકરાણી સણોસરા ગામ પાસે ટેમ્પોની ઠોકરથી બાઇક સવાર બે પિતરાઇના મૃત્યુ

                            

જામનગરઃ  જામનગર જિલ્લામાં કાલાવડ નજીકના મકરાણી સણોસરા ગામના પાટીયા પાસે  આઇસર ટેમ્પો અને બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર બંને પિતરાઇ ભાઇઓના મૃત્યુ નિપજયા છે.

આ અકસ્માતની વિગત એવી છે કે મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં રહીને ખેતમજુરી કામ કરતો હીરાભાઇ લાલજીભાઇ માવી (ઉ.૩૦) અને કાલવાડ તાલુકાના મૂળિલા ગામમાં રહીને ખેતમજુરી કામ કરતો તેનો જ પિતરાઇ ભાઇ મગનભાઇ પુનીયાભાઇ માવી (ઉ.૪૦) બાઇક ઉપર કાલાવડથી મૂળીલા ગામ તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન કાલાવાડ તાલુકાના મકરાણી સણોસરા ગામના પાટીયા પાસે પુરપાટ વેગે આવી રહેલા આઇસર ટેમ્પોના ચાલકે બાઇકને હડફેટે લેતા ટેમ્પાના પાછલા જોટામાં આવી જતા બંન્ને પિતરાઇ ભાઇઓ ટેમ્પાના વ્હીલની નીચે ચગદાઇ ગયા હતા અને બંનેના મૃત્યુ નિપજયા હતા. ઙ્ગઙ્ગ

(12:34 pm IST)