Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

સૌરાષ્‍ટ્રમાં ભરપુર વરસાદ છતાં સૌરાષ્‍ટ્રના ભાવનગરના ૧ર ડેમો ખાલી : આ તમામ ડેમો નર્મદાના પાણીથી ભરવા કોંગ્રેસના ધારાસભ્‍ય કનુ બારૈયાની મુખ્‍યમંત્રી સમક્ષ માંગ

ગાંધીનગરસૌરાષ્ટ્રમાં ભરપુર વરસાદ છતાં સૌરાષ્ટ્રના ભાવનગરના ૧ર ડેમો ખાલી : આ તમામ ડેમો નર્મદાના પાણીથી ભરવા કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાની મુખ્યમંત્રી સમક્ષ માંગ છેઆ અંગે બરૈયાએ જણાવ્યું છે કે  આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારૂ રહ્યું છે. ગુજરાતમાં મેઘ મહેરના કારણે મોટાભાગના ડેમો અને નદીઓ પાણીથી છલકાઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમમાં પણ પાણીની સારી આવક થતા સરકાર દ્વારા સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગરના 12 જેટલા ડેમોમાં નર્મદા નીર પર્હોચ્યા નથી. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને શેત્રુંજી સહીતના 12 જેટલા ડેમો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માગ કરી છે.

સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદાના નીરથી ભરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ કામ હાલ મંદ ગઈએ ચાલી રહ્યું છે. પાંચ મહિના પહેલા નર્મદાના નીરને શેત્રુંજી નદીમાં પહોંચાડવાની જાહેરાત અને નર્મદાના નિરના વધામણા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્બારા કરવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ નર્મદાના નીર ભાવનગરના 12 ડેમો સુધી પહોંચ્યા નથી. જેને લઇને ધારાસભ્ય કનુ બારૈયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે.

તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌની યોજના માત્ર શેત્રુંજી ડેમમાં 675 કરોડના ખર્ચે તૈયાર થઇ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું લોકાર્પણ કર્યું છે ત્યારે નર્મદાનું પાણી ઓવરફલો થઈને જતું હોય તો શેત્રુંજી ડેમમાં હાલ પાણીની સપાટી 22 ફૂટ જ છે. ગઈ સીઝનમાં ખેડૂતો હેરાન થયા હતા અને પ્રજા હેરાન થઇ હતી. ભાવનગર નગરપાલિકા સહીત ચાર તાલુકાઓને શેત્રુંજી ડેમનું પાણી લાગુ પડી રહ્યું છે ત્યારે તમામ ડેમોમાં પાણી પહોંચાડવામાં આવે તેવી અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે.

(11:45 am IST)