Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમરેલી પોલીસ વડાઅે PSI અે માર માર્યાના કરેલા આક્ષેપોને ફગાવ્‍યા

અમરેલી : અમરેલી જિલ્‍લા પોલીસ વડાઅે PSI અેન. જી. ગોસાઇઅે માર માર્યાના કરેલા આરોપ ફગાવ્‍યા હોવાનું જાણવા મળે છે તેમને કોઇ માર માર્યા નથી હું પોલીસ સ્‍ટેશન ગયો ત્‍યાં બધુ ચેક કરેલ અને PSIને જે આરોપીની રીમાન્‍ડ માગવાનું જણાવેલ તે આરોપીની PSIઅે રીમાન્‍ડ માંગણી કરેલ ન હતી અને તેથી કરીને PSIને ખાતાકીય તપાસનો ડર હોય તેમને આ આક્ષેપ કર્યા હોય શકે છે. પોલીસ સ્‍ટેશનમાં CC TV કેમેરા લગાવ્‍યા છે તેમજ આ બનાવ વખતે DYSP તથા PSI હાજર હતા. આ ઘટનાની તપાસ બાદ આ પ્રકરણ પાછળ કોણ છે તે જાણી શકાશે. તેવું જાણવા મળેલ છે. વધુ વિગત મેળવાઇ રહી છે.

(12:14 am IST)
  • આજે અમદાવાદ ખાતે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન ની કારોબારી મળેલ જેમા પ્રમુખની ચુટણી મા રાજકોટના દિનેશ કારીયા વિજેતા થયેલ છે. access_time 12:34 am IST

  • મહિસાગર જિલ્લામાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુખ્યાત આરોપી સાજિદનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ કુખ્યાત આરોપી ચોરી કરવા જતો હતો ત્યારે પોલીસે તેને રોક્યો હતો. જોકે, તેણે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. પેટ્રોલિંગ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો હતો. જેથી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • આગામી 24 કલાકમાં સુરત, ભરૂચ, નવસારી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને દ્વારકા સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી access_time 10:10 pm IST