Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કચ્છના અંજારમાં ૪ કલાકમાં ૪ ઇંચઃ ગાંધીધામમાં ૩II ઇંચઃ માળીયા-મિયાણા, ધ્રાંગધ્રા, ચુડામાં દોઢ ઇંચ વરસાદ

રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગઇકાલથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાત્રીના પણ ધીમીધારે મેઘરાજા વરસ્યા હતા. જો કે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવો-ભારે વરસાદ પડી રહયો છે. જો કે મેઘરાજા કચ્છમાં હેત વરસાવી રહયા છે અને આજે સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કચ્છના અંજારમાં ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે ગાંધીધામમાં ૩II ઇંચ વરસાદ વરસ્યો છે.  આ ઉપરાંત કચ્છના ભુજ, ભચાઉ, મુંદ્રામાં અડધો ઇંચ , જયારે અબડાસા, લખપત, માંડવી, નખત્રાણા, રાપરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

મોરબી જીલ્લાના માળીયા મિંયાણામાં દોઢ ઇંચ તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા, ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ, જયારે ચોટીલા અને થાનગઢમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે લીંબડી, સાયલા, વઢવાણ, દસાડામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જામનગર જીલ્લાના જોડીયામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ જીલ્લાના તાલાળામાં અડધો ઇંચ તેમજ વેરાવળ અને સુત્રાપાડામાં હળવા-ભારે ઝાપટા, જયારે જુનાગઢ જીલ્લાના કેશોદમાં અડધો ઇંચ, માળીયા હાટીના, માંગરોળ અને વિસાવદરમાં હળવા-ભારે ઝાપટા પડયા છે. (૪.૯)

(3:49 pm IST)