Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જામનગરના સિક્કામાં પરિણીતા સગુણાબા રાઠોડનો આપઘાતઃ સાસરીયા સામે ફરિયાદ

જામનગર તા. ૧૮ : મુળ ખંભાળીયા તાલુકાના દેવળીયા ગામ અને હાલ ઢીંચડામાં રહેતી હંસાબા રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૪૦ સિકકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે છેલ્લા પાંચ વર્ષથી આ કામેના આરોપીઓ ભગીરથસિંહ ઉદયસિંહ રાઠોડ, ઈન્દુબા ઉદયસિંહ રાઠોડ, સોનલબા ઉદયસિંહ રાઠોડ રહે. બધા શાપરવાળાઓએ ફરીયાદીના દિકરી સગુણાબાના લગ્ન જીવન દરમ્યાન આરોપીઓએ ચારીત્ર ઉપર શંકા વ્હેમ કરી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી મારકૂટ કરતા હોય તેનાથી કંટાળી જઈ સગુણાબાએ પોતાની જાતે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે જેથી તેની માતાએ સાસરીયાઓ વિરૂઘ્ધ મરી જવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવી છે.

સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફરીયાદ

અહીં હનુમાન ટેકરી શેરી નં. ૪/પ માં રહેતી જશવંતીબેન ઉર્ફે જાહન્વીબેન ધર્મેન્દ્રભાઈ ગોહીલએ મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. રપ–૧૧–૧૬ થી તા. રપ–૭–૧૮ દરમ્યાન અવાર નવાર અમદાવાદ સ્થિત પતિ ધર્મેન્દ્રભાઈ કાનાભાઈ ગોહીલ, સાસુ કંચનબેન ઉર્ફે ગૌમતીબેન કાનાભાઈ ગોહીલ, સસરા કાનાભાઈ દેવાભાઈ ગોહીલ, દિયર જયેદ્રભાઈ રહે. બધા અમદાવાદવાળાઓએ ફરીયાદીને બાળક ન થતાં માવતરેથી કંઈ લાવી નથી વાઘરણ ને રાજ મળી ગયેલ છે તારા કરતા બીજી સારી છોકરી મળી જશે તેમ કહી મેણાટોણા મારી ફરીયાદીને મારકૂટ કરી માનસિક દુઃખ ત્રાસ આપી એકીબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

રિલાયન્સના પટમાંથી  લોખંડની પ્લેટો ચોરાઈ

અહીં ગુલાબનગરમાં રહેતો અનીલ ભોયાલે ઉ.વ. ૪૬ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૪–૬–૧૮ ના રોજ નવાગામ રિલાયન્સ કંપનીના ખુલ્લા પટમાંથી કોઈ ચોર ઈસમે લોખંડની પ્લેટો–૧૯ આશરે ૩રપ કિલો કિંમત રૂ. ૬પ૧૮ ની ચોરી કરી લઈ જઈ ગુન્હો કરેલ છે.

સિકકામાં જુગટુ રમતી  ૪ મહિલા સહિત ૭ ઝડપાયા

સિકકામાં આવેલ હાઉસીં બોડમાં જાહેરમાં તીનપતી વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ઈસ્માઈલ ઉંમરભાઈ સુંભણીયા, દિપસિંહ અમરસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ દિપસિંહ જેઠવા, સવિતાબેન લાખાભાઈ મકવાણા, હિનાબેન મહેશભાઈ રાયઠઠા, ઈન્દુબેન કાન્તીભાઈ દાવડા, હનીફા ઈસ્માઈલ સુંભણીયાને પોલીસે રેઈડ દરમ્યાન રોકડ રૂ. ર૩પ૦ સાથે ઝડપી પાડયા હતા.

દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી : ર ઝડપાયા : ૩ ફરાર

બેડી મરીનના એસ.કે.જાડેજાએ તા. ૧૭ ના રોજ વાલસુરા રોડ પર આવેલ ડાડા પટેલના વાડામાં આ કામેના આરોપીઓ મુસ્તાક ઈબ્રાહીમ સોઢા, શાબીર દાઉદ દલ ઉ.વ. ૧૭ને ઇગ્લીશ દારૂની એક બોટલ કિંમત રૂ. ૪૦૦ તથા બીયર–ર કિંમત રૂા ર૦૦ કાર કિંમત રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૧૦,૦૦,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જયારે રજાક સાઈચા, અકતર અનવર ચમડીયા, સતાર દલ નાશી ગયા હતા.

એકીબેકીનો જુગાર  રમતા બે શખ્સો ઝડપાયા

અહીં પ૮–પ૯ દિગ્વિજય પ્લોટમાં જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલા જેઠાભાઈ ગગનભાઈ ખીચડા, સુરેશ ભીમજીભાઈ ભદ્રાને પોલીસે રોકડ રૂ. ૧૦૧૩૦ સાથે ઝડપી પાડયા હતા.

વૈશાલીનગરમાં જુગાર  રમતા ૭ ઝડપાયા

અહીં બેડેશ્વરમાં આવેલ વૈશાલીનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા પ્રેમજીભાઈ હરજીભાઈ રાઠોડ, જયેશ ચતુરભાઈ કોળી, રાજેશ પ્રવિણભાઈ ચૌહાણ, નરેન્દ્ર ભલાભાઈ પરમાર, પ્રફુલ ઉગાભાઈ વાઘેલા, મોહન ટપુભાઈ રાઠોડ, રવી તુલસીભાઈ મકવાણાને પોલીસે રેઈડ દરમયાન રોકડ રૂ. પપ૭૦ સાથે ઝડપી પાડયા હતા.

જામજોધપુરમાંથી  આંકડાશાસ્ત્રી ઝડપાયો

જામજોધપુરમાં આવેલ લીમડા ચોકમા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રહેલા અસલમ અબુભાઈ સમા ઉ.વ. ૪ર ને પોલીસે રોકડ રૂ. ૮૮૦ સાથે ઝડપી પાડયો હતો.(૨૧.૧૪)

 

(2:26 pm IST)