Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જૂનાગઢમાં હવામાન ખાતાની વેધશાળા શરૂ કરવા માગણી

દેશ વિદેશના લાખો યાત્રિકોની દર વર્ષ મુલાકાતઃ મહા શીવરાત્રી અને લીલી પરીક્રમામાં લાખો ભાવીકોઃ સાંસદને રજુઆત

જુનાગઢ, તા.૧૮: હવામાના ખાતાની વેધ શાળા શરૂ કરાવવા બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ વોર્ડના પૂર્વ ડાયરેકટર યોઝેન્ડસિંહ પઢીયાદે સાંસદને રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રમાં ધણા બધા યાત્રાધામો અને ઐતિહાસીક સ્થળો અને લાંબો દરિયાકિનારો પણ આવેલ છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ શહેર દરેક રીતે મુંઠી ઉચ્ચેરૂ સ્થાન ધરાવે છે. હિમાલય થી પણ જે પૂરાણો છે તેવો ઐતિહાસીક ગરવો ગીરનાર પર્વત કે જયાં ગુરૂદેવ દત્તાત્રેય ભગવાન, મા જગદબ્બા અંબાજી માતાજી, ગુરૂ ગૌરખનાથ શીખર, જૈન મંદિરો, તેમજ અનેક નાના મોટા મંદિરો આવેલા છે. ભવનાથ તળેટી ખાતે સુવિખ્યાત શ્રી ભવનાથ મહાદેવ મંદિર તેમજ શહેરમાં દામોદરકુંડ, સમ્રાટ અશોક શિલાલેખ, ઉપરકોટનો કિલ્લો, બાબા પ્યારાની ગુફા તથા ખાપરા કોઢીયાની ગુફા, મોહબચ મકકબરા, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય, દરબાર હોલ મ્યુઝીયમ આ સ્થળોપર દેશ વિદેશના લાખો યાત્રીકો વર્ષભર મુલાકાત કરે છે. તેમજ ખાસ કરીને મહાશિવરાત્રી મેળો અને ગીરનાર લીલી પરિક્રમા દરમ્યાન  પણ લાખો યાત્રીકો ઉમટી પડે છે.

હાલ સમગ્ર સોરઠની અતિ મહત્વકાંક્ષી યોજના ગીરનાર રોપ-વે નું કામ ધમધોકાર ચાલુ છે, અને નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે ત્યારે હાલ કરતા પણ વધારે યાત્રીકોની સંખ્યા પ્રવાસન ક્ષેત્ર વધશે. આ ઉપરાંત સાસણ ગીર, સતાધાર, તુલસી શ્યામ, પરબધામ અને સોમનાથ જવા માટે પણ જૂનાગઢ શહેરમાંથી પસાર થવુ જરૂરી છે. આમ જૂનાગઢમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓનો પ્રવાહ બારે માસ ચાલુ રહેતો હોય છે. અને તેમના દ્વારા વાતાવરણના આંકડા(હવામાન ખાતાની આગાહી) માટે વહિવટી તંત્ર આ અંગેની યોગ્ય માહિતી યાત્રાળુ કે પ્રવાસીને પૂરી પાડી શકતા નથી.

ભારત સરકારશ્રીના મૌસમ વિજ્ઞાન વિભાગ અને અર્થ સાયન્સ મીનીસ્ટ્રીને રજૂઆત કરી જૂનાગઢમાં પણ ભારત સરકારશ્રીની હવામાન ખાતાની કચેરી તાત્કાલીક શરૂ કરવામાં આવે જેથી કરીને આવાતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને તે અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

ભારતીય મઝદુર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

ભારતીય મઝદુર સંઘના દ્વારા પણ તા.૨૮-મીએ પર્યાવરણ દિન પ્રસંગે તા.૨૭ મંગળવારના રોજ સવારે ૯- કલાકે બાલભવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે.

આ કાર્યક્રમમાં મેયરશ્રીમતિ આદ્યશકિત મજમુદાર ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, અગ્રણી બીલ્ડર ભાવેશભાઇ વેકરીયા તેમજ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી નિલેશભાઇ ધુલેશીયા ઉપસ્થિત રહેશે.

ભારતીય મઝદુર સંઘના વિવિધ યુનિટ જેમ કે એસ.ટી. બાંધકામ, મહાનગરપાલીકા, આંગણવાડી, આશાવર્કર આર.એમ.એસ. કૃષિ યુનિવર્સસિટી યુનિટના કામદારો કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશના અગ્રણી વી.આર. વાછાણી, નવનીતભાઇ શાહ, પ્રકુલભાઇ જોષી, ભુરાભાઇ માંડણ, જનકભાઇ દાણીધારીયા, કિશોરભાઇ ઠકરાર, ધીરૂભાઇ સોલંકી, અશોક માળવી, પ્રવિણભાઇ જોશી, ભીખાભાઇ કનાડા ભારતીબેા જોગીયા, પ્રફુલભાઇ વાંઝા, નાગાજણભાઇ વિશાણા, યોગેશભાઇ મજેવડીયા, તેમજ મહિલા અગ્રહી શ્રી મતી રૂપલબેન પાણખાણીયા, જોહરાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગૌરક્ષકની હત્યા કરનારાને કડક સજા આપવા રજુઆત

ગૌરક્ષક રાજુભાઇ રબારીના હત્યારાઓને કડક સજા કરવા વિતૃયના ગૌરક્ષા પ્રમુખે કલેકટરને રજુઆત કરી હતી.

મહેસાણ જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક શ્રી રાજુભાઇ રબારી ગાયોને બચાવવાનું તથા કચલખાને જતી ગાયોને બંધ કરાવવાનું કામ કરતા હતા આવી સારી કામગીરી ખટકતા હત્યા કરવામાં આવેલ છે. આવા લોકોને સમયસર ડામવામા નહી આવેતો આવનાર સમયમાં આવા લોકો બેફામ બનીને વારવાર ગૌરક્ષકો ઉપર હુમલા કરશે અને આગળ પણ ધણા કીસ્સા એમાં ગંભીર રીતે ગૌરક્ષકોને માર મારવામાં આવેલ છે. અને જો આવા લોક ઉપર કડક કાયવાહી નહી થાય તો ફરી વખત અન્ય ગૌરક્ષકો આનો ભોગ બનશે. તેમ રજુઆતમાં  જણાવેલ છે.

સ્વાતંત્ર સેનાની કનકભાઇ ઉપાધ્યાયનો સન્માન સમારંભ

જૂનાગઢ સૌરાષ્ટ્રના વખતમાં અનેક સત્યાગ્રહો, આંદોલનો કરી પ્રજાની મુશ્કેલીઓમાં સહાયભુત બની અનેક વખત કારાવાસ ભોગવનાર ક્રાંતિકારી સમાજવાદી અગ્રહી, સ્વાતંત્ર સેનાની કનકભાઇ ઉપાધ્યાયનું સૌરાષ્ટ્ર શ્રીગૌડ મેડતવાડ બ્રહ્મ સમાજ વિકાસ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર યુવા સંગઠન દ્વારા તા. ૨૫ના રોજ સન્માન કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના બ્રહમ સમાજના અગ્રહીઓ ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને અસંખ્ય બ્રહમ સમાજના ઉચ્ચ અધિકારીઓ સમારંભમાં હાજર રહેશે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીનામા ના મજુર

મહાનગર પાલિકા ના પૂર્વ મેયર, વિરોધપક્ષના નેતા કેપ્ટન સતિષભાઇ વિરડા જણાવ્યા મુજબ જૂનાગઢ શહેર(જિલ્લા)કોંગ્રેસ સંગઠનના તમામ હોદેદારો, તમામ સેલના પ્રમુખો, તમામ વોર્ડ પ્રમુખો, મહિલા હોદેદારો, તમામ મહિલા વોર્ડ પ્રમુખો એનએસયુઆઇ યુવક કોંગ્રેસ, બુથ જન મિત્રો સહિતના જે હોદેદારોએ રાજીનામા આપેલ હતા તે તમામના રાજીનામાઓનો અસ્વીકાર કરેલ છે. અને તમામ હોદેદારોને તેમના હોદ્દોઓ યથાવત જાળવી રાખવા જણાવેલ છે. તેમ કાંતિભાઇ બોરડ જનરલ સેક્રેટરીORGજૂનાગઢ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિની યાદી જણાવ્યું છે.(૨૨.૨)

ઓખા તા.૧૮: ભારત દેશના ચાર રાષ્ટ્રીય પર્વો પૈકી સોૈથી મહત્વના સ્વાતંત્ર્ય દિવસ ૭૨માં સ્વાતંત્ર પર્વની ઓખાના દરેક સરકારી ઓફીસોમાં દેશ ભકિતની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ં૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ની શાલમાં ભારત દેશ ગુલામીની જંજીર માંથી આઝાદ થયું ત્યારથી દેશમાં ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓખાની દરેક શાળાઓ, નગરપાલિકા વિસ્તાર તથા દરેક સરકારી ઓફીસોમાં શાનથી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા વિસ્તારોમાં ઓખા લાલા લજપતરાઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહાજન પ્રમુખ મનસુખભાઇ બારાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તમામ શાળાઓ સાથે ઓખા રેલ્વે સ્ટેશન મનોજ કુમાર ઝા તથા આર.પી.એફ. પી.એસ.આઇ. અશોક શર્માના હસ્તે ઓખા પોર્ટ બંદરે કેપ્ટન મીશ્રાના હસ્તે તથા ઓખા મરીન પોલીસ સ્ટેશને પી.એસ.આઇ. શ્રી પી.જી. ગઢવી પી.જી.વી.સી.એલ. ઓખા ઓફીસે કાર્યપાલ ઇંજીનીયર પટેલ ઓખા ન્યાય મંદિરમાં મેજીસ્ટ્રેટ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આ પ્રસંગે શાળાઓમાં દેશ ભકિતના ગીતો સાથે પીરામીડો જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઓખાના યુવા શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ સાથે નગરપાલિકાના નવા નિયુકત થયેલા પ્રમુખ વંદનાબેન વિઠલાણી, ડો. પુષ્પાબેન સોમૈયા, ચેતનભાઇ માણેક, અમરભાઇ ગાંધી તથા સર્વે સદસ્યો અને સ્ટાફ ગણ હાજર રહયા  હતા. (૧.૨)

(11:51 am IST)