Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઉનાના પૌરાણિક હીરા તળાવના જીર્ણોધ્ધારને આવતીકાલે ૪૯ર વર્ષ પૂર્ણઃ છલોછલ તળાવ

તળાવની પાળ પાસે પાલિકાનો બગીચોઃ ઉજવણી માટે કોઇ સંસ્થા આગળ આવશે...?

 

ઉના તા. ૧૮ :.. ઉના મધ્યાં પૌરાણીક ઐતિહાસીક હીરા તળાવને આવતીકાલે જીર્ણોધ્ધારને ૪૯ર વરસ પુર્ણ થશે.

અતી પ્રાચીન, પૌરાણીક ઐતિહાસીક હીરા તળાવ આવેલ છે. હાલ વરસાદી પાણીથી ભરપુર છલોછલ ભરાયેલ છે. આ તળાવમાં પાણી સંગ્રહ થવાથી શહેરની સોસાયટીમાં આવેલ કુવાઓ, બોર, ડંકીઓ ના તળ ઉંચા આવેલ છે. સજીવન થઇ ગયા છે. આ તળાવ પ્રથમ કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસમાં નક્કર પુરાવો નથી મળતો પરંતુ ઇ.સ. ૧૩૦૦ પહેલા નાં ઉનાનાં ઉળેવાળ રાજાએ બંધાવ્યુ હશે. પરંતુ આ તળાવનો જીર્ણોધ્ધાર સમાર કામ સવંત ૧પ૮ર નાં શ્રાવણ સુદ-૮ ને બુધવારે પુર્ણ કરી ઉન્નત ર્દુગ (હાલ ઉના) નાં વાલમ કાયસ્થ જ્ઞાતિની મહિલા હિરબાઇબેને સમારકામ કર્યાનું અને પત નામના મંત્રીના વહુએ જળદાન કર્યા ઉલ્લેખ છે.

તળાવનાં પૂર્વ કિનારે પશ્ચિમ  ભિમુખ નીચે એક સિલાલેખ છે. તેમાં ૧પ શ્લોક અને થોડુગધ મળી ૩૬ લીટમાં લખાણ છે. તેથી આવતીકાલે પણ શ્રાવણ સુદ ૮ છે. તેથી ૪૯ર મો ઉત્સવ ગણશે. જો અને તળાવ ઉપર વધુ સંશોધન કરાય તો વધુ માહિતી લોકોને મળે તેમ છે.

હાલમાં તળાવની પાળે નગરપાલીકા દ્વારા બગીચો બનાવેલ છે. તેમાં નાના - મોટા સહુ આવી આનંદ શાંતિનો અનુભવ કરે છે. જો તંત્ર દ્વારા તળાવમાં બોટીંગ, વોટર સ્કુટર રાઇડ શરૂ કરાય તો એક પીકનીક પોઇટ બની શકે છે. આવતીકાલે તળાવને ૪૯ર વરસ પુરા થતા હોય કોઇ સંસ્થા રાજકીય આગેવાનો કે ઇતિહાસ વિદો ઉજવણી કરશે ખરા ? કે પછી  કોઇ ભુતકાળને યાદ નહી કરે? તે પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. (પ-૯)

 

(11:51 am IST)