Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વાંકાનેરમાં પર્યાવરણ જાળવણીનાં કાર્ય બદલ શિક્ષક ભુપતભાઇ છૈયાનું સન્માન

વાંકાનેર તા.૧૮ : તાલુકાકક્ષાનો ૭૨મો સ્વાતંત્ર્ય પર્વની રાતીદેવળી ગામની પ્રા.શાળામાં ઉજવણી થઇ હતી. કે.કે.શાહ સ્કુલના શિક્ષક ભૂપતભાઇ છૈયા દ્વારા પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવતી નિઃસ્વાર્થ ભાવની કામગીરીથી યુવા પેઢીને અનુકરણીય અને પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ વાંકાનેરના પ્રાંત અધિકારીશ્રી જીજ્ઞાશાબેન ગઢવી વાંકાનેરના મામલતદારશ્રી વી.સી.ચાવડાના હસ્તે સન્માન શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ.

ભૂપતભાઇ છૈયા પાસે ટુ વ્હીલર, ફોર વ્હીલર બંને હોવા છતા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે પર્યાવરણનું નિરીક્ષણ કરવા પોતાની સાયકલ ઉપર શહેરની પ્રદક્ષિણા કરતા સૌ જોઇ રહ્યા છે. પર્યાવરણ સાથે રોપા વિતરણ, ચકલી ઘર, ચબુતરા, પાણીના કુંડા, સ્વદેશી વસ્તુનો પ્રચાર, પ્લાસ્ટીક હટાવો ધરતી બચાવો, જળનું જતન કરો આવા અનેક કાર્યો શિક્ષક ભૂપતભાઇ છૈયા કરી રહ્યા છે.(૪૫.૨)

 

(11:48 am IST)