Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બોટાદ કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૃપાલાનું સન્માન

બોટાદ બાબરાના મૂળ વતની કાઠી ક્ષત્રીય સમાજના સ્વ.જૈતાભાઇ રાણીંગભાઇ વાળા રાજકોટમાં છેલ્લે પીએસઆઇ તરીકે કામગીરી કરી અનેક મેડલો, ચંદ્રકો, પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કાર મેળવી પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા તેમના પરિવારજનો દ્વારા અગાઉ રાજકોટમાં સ્વ.જૈતાભાઇ રાણીંગભાઇ વાળા કાઠી વિદ્યાર્થી ભવન બનાવવામાં આવેલ તેમજ રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સ્વ.જૈતાભાઇ વાળાના નામનો માર્ગ પણ બનાવવામાં આવેલ અને તેમના વતન બાબરામાં તેમના નામનું ગાર્ડન અને પુરા કદની પ્રતિમાની અનાવરણ વિધિ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૃપાલા અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસ બાપુ તથા જસદણ સ્ટેટ સત્યજીતકુમાર ખાચર સાહેબ તથા સાંસદ નારણભાઇ કાછડીયા તથા જીલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા તથા માજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા તથા અમરેલી સ્વામીનારાયણ મંદિરના સંતો તથા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ રાઠોડ તથા ભાજપ શહેર પ્રમુખ લલીતભાઇ આંબલીયા તથા કાઠી ક્ષત્રીય સમાજના પૂર્વ મામલતદાર ભનુભાઇ માંજરીયા, ભાલુભાઇ વાળા (ભાભલુ ટપુ), સરંભડા તથા કૃષ્નકુમાર મકવાણા મેંદરડા તથા ચેરમેન ભુપેન્દ્રભાઇ બસીયા તથા સુરાભાઇ વિક્રમા અને જયરાજભાઇ વિક્રમા રૃપાવટી તથા રાજકોટ કાઠી સમાજના પ્રમુખ સુખાભાઇ વાળા તથા બોટાદ કાઠી ક્ષત્રીય સેના (સુર્યસેના)ના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તથા દેહાભાઇ વાળા તથા ઉમેદભાઇ બસીયા તથા નાગભાઇ ખાચર કોઠીવાળા તથા ભરતભાઇ વાળા તથા દશરથભાઇ વાળા તથા ગૌતમભાઇ વાળા તથા નિર્મળભાઇ વાળા તથા ભીખુભાઇ વાળા તથા માણસીયાભાઇ તથા કાઠી ક્ષત્રીય સમાજના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાળા પરીવાર તરફથી અનેક સંતો મહંતો અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. વાળા પરિવાર તરફથી સાફો અને શકિતરૃપેણ તલવાર અર્પણ, બોટાદના સામતભાઇ જેબલીયાના હસ્તે પરસોતમભાઇ રૃપાલાને કાઠીયાવાડી સાફો બાંધી શકિત રૃપેણ તલવાર અર્પણ કરાઇ હતી.

(11:44 am IST)