Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગીરગઢડા તથા ફાટસરમાં તીનપતી જુગાર રમતા ૧૪ શખ્સો અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૧૮ ગીરગઢડા પોલીસે ગીરગઢડા તથા ફાટસરમાં ર સ્થળે તીનપતીનો જુગાર રમતા ૧૪ શખ્સોને રૃા. પર હજાર ૭૦૦ રોકડા સાથે પકડી પાડયા હતાં.

ઉના-ગીરગઢડા તાલુકા પોલીસના પીએસઆઇ દોમડીયાની સુચનાથી પોલીસ જમાદાર વાય.એમ. વાજા તથા એસ.કે. પરમારે જાહેરમાં હારજીતનો જુગાર રમાતો હોય ગીરગઢડાથી ૪ કિ.મી. દૂર આંબાવાડી પાર વિસ્તારમાં જુગાર રમતા અશ્વિન રામભાઇ વાઘેલા, ઇકબાલ ઉમરભાઇ સમા, દિનેશ ગીગાભાઇ ભાલીયા, સલીમ વલીભાઇ, ભીખાભાઇ લાખાભાઇ, યાસીકભાઇ ઉર્ફે મહેબુબભાઇ વજીર, રાજુભાઇ ભગાભાઇ, અને રમેશભાઇ ટપુભાઇને રૃા. ૩ર૩પ૦ રોકડા સાથે પકડી પાડેલ છે.

બીજા બનાવમાં ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા વિજય સામત ડાભી, જયસુખ કાળાભાઇ રાઠોડ, કિશન મધુભાઇ ડાભી, સંજય લાલજીભાઇ ડાભી, અજય સામતભાઇ ડાભી, સંજય રાઘવભાઇ ડાભી રહે. તમામ ૬ શખ્સો ફાટસર ગામનાને પૈસાની હારજીત જુગાર રમતા પટ્ટમાંથી રૃા. ૧૯ હજાર ૯પ૦ રોકડા સાથે પકડી પાડી ગીરગઢડા પોલીસ સ્ટેશને કરાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:42 am IST)