Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સુરેન્દ્રનગરમાં કલરની દુકાન સળગીઃ લાખોનું નુકશાન

ધ્રાંગધ્રાનાં ઉતારા સામે આવેલ કિર્તીકાન્ત શાંતિલાલની વર્ષો જૂની પેઢીમાં એકાએક વિકરાળ આગ લાગીઃ ફાયર બ્રીગેડ સમયસર પહોંચી જતાં મોટુ નુકશાન અટકયુઃ કોઇ જાનહાની નથીઃ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ

વઢવાણ તા. ૧૮ :.. સુરેન્દ્રનગર શહેરના ધ્રાંગધ્રાના ઉતારામાં આવેલ જુનવાણી પેઢીના કલરની દુકાનમાં એકા એક વિકરાળ આગ લાગવાની ઘટના બનતા ભારે નાસ ભાગ દોડધામ મચી જવા પામેલ હતી.

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાના ઉતારામાં કલરની દુકાનમાં લાગેલ આગના જાણકારી સુરેન્દ્રનગર અને વઢવાણ નગર પાલિકાને આપવામાં આવતા પાણીના બંબાઓના સાથો સાથ ફાયર ફાઇટરો પહોંચી ગયેલ અને પાણીનો મારો ચલાવતા કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવેલ હતી.

ફાયર ફાઇટરો અને સમયસર પાણીના બંધા પહોંચતા આજુ બાજુની દુકાનો આગ લાગવાથી બેચી ગયેલ છે.

આ આગ લાગતાની સાથે જ ટર્પીટર અને કલરની દુકાનમાં રહેલા જલ્લદ પ્રવાહી ફાટવાના કારણે આગ વધુને વધુ વિકરાળ બનતી જતી હતી.

સુરેન્દ્રનગર શહેરના ધ્રાંગધ્રાના ઉતારામાં વર્ષોથી કલરની પેઢી ધરાવતા કિર્તી કાના શાંતીલાલ નામના પેઢીમાં એશીયન પેન્ટર્સ અને ઉંચી ઉંચી બ્રાન્ડડેના કલરના આ વેપારી તુષારભાઇ કલર પેઢી ચલાવી રહ્યા છે.

ગત રાત્રીના લાઇટના કનેકશનમાં ડાયરેક પાવર રપ લાખ થવાના કારણે દુકાનમાં આગ શોર્ટ સરકીટના કારણે થયેલ તણખા અને શોર્ટ સરકીટ થતા દુકાનમાં ગોદામમાં ભરેલ ૧ર ટર્પીટર સહિતનો જવલંત પ્રવાહીમાં આગ લાગવાના ઘટના બનતા દુકાનમાં ભરેલો લાખોની કિંમતનો કલર અને તેના મશીન સહિતના માલ સામાન આ આગ લાગતા ખાખ થયા છે. સુરેન્દ્રનગર પી. જી. વી. સી. એલ. ને જાણકારી અપાતા તેમણે પણ વિજ પુરવઠો બંધ કર્યો હતો છતાં આગ વિકરાળ હતી એટલે દુકાનમાં રખાયેલ માલ સામાન કલર તમામ આગ લાગતા આગમાં ખાખ થવાની ઘટના બનવા પામેલ છે. (પ-૧૧)

 

(11:41 am IST)