Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

જામનગરમાં સવા ત્રણ લાખનો દારૂ કબ્જેઃ ટોરસ ટ્રકનું પાયલોટીંગ કરતી કાર સાથે ત્રણની ધરપકડ

કાર રાજકોટનો સતિષ બારોટ ચલાવતો'તોઃ બે શખ્સો નાસી ગયાઃ રાજકોટ તરફથી દારૂ લઇ જવાયેલ

જામનગર તા. ૧૮ : જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સિંધલ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા, ઇન્સ્પેકટર એમ.આર.ગોડલીયાના માર્ગદર્શન મુજબ સીટી.એ. પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ ઇન્સ. એમ.વી.મોડવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. સંદિપભાઇ દીનેશભાઇ ચુડાસમાં તથા પો.કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે જામનગર રાજકોટ તરફથી ટ્રક રજીસ્ટર નંબર જી.જે. ૦૩ એડબલ્યુ ૪ર૧પ ના ટોરસ ટ્રકમાં ઇંગ્લીશ દારૂ ભરી જામનગર શહેર તરફના કાલાવાડ રોડ મહાપ્રભુજીની બેઠક તરફના રોડ પરથી નીકળવાનો છે. અને તે ટ્રકનું પાયલોટીંગ ઇકો કાર રજીસ્ટર નં. જી.જે.જે૦૩ બી.વી.૭૭૩૦ કરે છે.

તેવી હકિકત મળતા વોચ દરમ્યાન રાધીકા સ્કુલ, પાણીના ટાંકા પાસે ઇકો કાર તથા ટોરસ ટ્રક નીકળતા તુર્તજ તેને રોકી ફોર્ડનકરી ઇકો કાર ચાલક (૧) સતીષ ઉર્ફે ભુરો રસીકભાઇ વિશાણી બારોટ ઉ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે રાજકોટ ૧પ૦ ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ એસ.કે. ચોક શેરી નં. પ/બી માતૃછાયા મકાનની સામે રાજકોટ તેમજ તેની પાછળ ટોરસ ટ્રક ચાલક તથા કલીનર (ર) રાજેશ રવુભા કંચવા જાતે ગીરા ઉ.ર૩ ધંધો ડ્રાઇવીંગ રહે. ગુલાબનગર સ્વામીનારાયણ પેટ્રોલપંપ સામે ગોસીયા મસ્જીદ પાસે જામનગર મુળ ગામ ભીંડાભારથર ખંભાળીયા તથા (૩) રવીરાજસિંહ વાળા દારૂની બોટલ નંગ ૭૪૯ કિ. રૂ.૩.રર.૪૧૦ તથા બીયર ટીન નંગ ૭ર કિ. રૂ.૭ર૦૦ મળી કુલ કિ. ૩,ર૯,૬૧૦ તથા મોબાઇલ નંગ ૪ કિ. રૂ. ર૪૦૦ તથા ઇકો કાર કિ. રૂ. ૧,પ૦,૦૦૦ તથા ટોરસ ટ્રક કિ. રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ટ્રકમાં રહેલ પ્લાસ્ટીક કટકાના કટ્ટા જે દારૂ છુપાવવા ઉપયોગ કરેલ તે બિલ્ટી મુજબની કિ. રૂ. ૪.૭ર,૭૯પ તથા દારૂના વેચાણથી મેળવેલ રોકડા રૂ.૮૦,૦૦૦ મળી ર૦.૩૬,૯૦પ ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય જે અંગેની ફરીયાદ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાએ આપેલ છે.

આ કામગીરી મુકેશસિંહ રાણા તથા રામદેવસિંહ જાડેજા પો.કોન્સ. અલ્તાફભાઇ સફીયા તથા શિવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી તથા  પ્રવિણભાઇ પરમાર તથા જીતેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલછે.

આ દારૂનો જથ્થો બાધાભાઇ પટેલએ પુરો પાડેલ અને પરેશ નામના શખ્સે મંગાવેલ જે બન્ને ફરાર થઇ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના નિર્મળસિંહ બી.જોજા તથા ખીમભાઇ ભોચીયાને મળેલ હકિકત આધારે તુલસી ટ્રાવેલ્સ તળાવની પાળ રોડ ઉપરથી જયુપીટર મો.સા.નો ચાલક ભાવેશ ભરત કનખરાના કબજામાંથી દારૂની બોટલ નંગ-૮ કિ. રૂ.૩,ર૦૦ તથા જયુપીટર મો.ાસ. કિ.રૂ.રપ૦૦૦ મળી કુલ કિ. રૂ.ર૮,ર૦૦ના મુદામાલ સાથે પકડી પાડી હેડ કોન્સ. ફીરોજભાઇ દલએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ અશોકભાઇ સોલંકીએ કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર ધાર્મિક પ્રકાશભાઇ નંદાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એમ.જે. જલુની સુચનાથી પો.સ.ઇ. કેકે. ગોહીલ તથા આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, અશ્વિનભાઇ ગંધા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, અજયસિંહ વાળા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)