Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બાબરામાં હાઇ-વે મરામતની કામગીરીનો પ્રારંભઃ વિરજીભાઇ ઠુંમરની સફળ રજુઆત

સાવરકુંડલા,તા. ૧૮:બાબરામાંથી પસાર થતો રાજકોટ - ભાવનગર સ્ટેટ હાઇવેરોડ ઘણા સમયથી અહીં પોલિસ સ્ટેશનની સામે બિસ્માર હાલતમાં હતો સમય રહેતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા જરૂરી મરામત નહિ કરતા ચોમાસામાં વરસાદના કારણે વધુ ખરાબ બનતા મસમોટા ગાબડા પડી ગયા હતા જેના કારણે ખાડામાં પાણી જમા થતા સરોવર જેવું લાગતું હતું જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવતો હતો.

રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ અતિ બિસમાર બનતા તેના રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અકસ્માત સર્જાવા નો ભય પણ સતાવતો હતો ત્યારે સ્થાનિક અખબારમાં ફોટા સાથે અહેવાલ પ્રસિદ્ઘ થતા બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તાત્કાલિક બાબરા સ્થળ મુલાકાત લીધી મામલતદારશ્રીને મળ્યા તંત્રને સૂચના આપી તંત્ર એ તાત્કાલિક અસરથી નોંધ લઈ માર્ગ અને મકાન વિભાગ અમરેલીને સૂચના આપી રોડની ત્વરિત મરામત કરવાની સૂચના આપતા આજે તંત્ર દ્વારા રોડની મરામત કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને આસપાસના દુકાન ધારકોને રાહતની લાગણી અનુભવી હતી.(

(1:12 pm IST)