Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કેશોદમાં વધુ બે પોઝિટીવ કેસ

કેશોદ તા.૧૮ : કેશોદ પંથકમાં ગઇકાલે કોરોના દસ કેસ પોઝિટીવ આવ્યા બાદ વધુ બે કેસ શહેરમાં આવેલ છે. જેમાં કેશોદ ગાંધીનગરમાં પ૮ વર્ષીય પુરૂષને તથા શાસ્ત્રીનગરમાં ૪૮ વર્ષીય પુરૂષના પોઝીટીવ કેસ આવેલ છે.

આ ઉપરાંત કેશોદ એચડીએફસી બેંકમાં જુનાગઢથી અપડાઉન કરતા યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા આજરોજ એચડીએફસી બેંક બંધ રાખવાનો નિર્ણય કરેલ હોવાનું જાણવા મળેલ છે.

કેશોદમાં કુલ ૩૮ પોઝીટીવમાં હાલમાં ૧પ કેસ એકટીવ છે.

(1:09 pm IST)