Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

જુનાગઢમાં તળાવ દરવાજા પાસે થયેલ મોબાઇલ લૂંટના બે આરોપી ઝડપાયા

જુનાગઢ તા. ૧૮ :.. ગત તા. ર૯-૬-ર૦ર૦ ના રોજ જુનાગઢ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૪ર૦  ૧૮૦૩-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૯૪, ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ. જેમાં ફરીયાદી સાથે ગુનામાં ફરીયાદી કાળવા ચોકથી તળાવ દરવાજા બાજુ આવતા હતા દરમ્યાન રંગોલી આઇસ્કીમની દુકાન પાસે પહોંચતા સામેથી મો. સા. ઉપર બે ઇસમો રોંગ સાઇડમાં આવતા બે અજાણ્યા મો. સા. ચાલક સાથે ભટકાયેલ. અને ત્યારબાદ બન્ને ઇસમો ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે મો. સા. ભટકાવવા બાબતે ખર્ચો આપવા દબાવવા લાગેલ.

ફરીયાદી તાબે ન થતાં ફરીયાદીને બન્ને ઇસમો દ્વારા નાકના ભાગે પથ્થર કે અન્ય ધારદાર વસ્તુ મારી ફરીયાદી પાસે રહેલ મો. ફોનની લૂંટ કરી ગયેલ.

આ બનાવ બનતા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા તાત્કાલીક એકશન લઇ આ બન્ને આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ રહી બનાવ સ્થળની આસપાસના સીસી ડીવી ફુટેજના સતત વિશ્લેષણ તેમજ અથાક મહેનતના કારણે હકિકત મળેલ કે, આ ગુન્હામાં મજેવડી દરવાજા નજીક વાલ્મીકીવાસમાં રહેતા રાજુ જયસુખભાઇ તથા રાહુલ ખીમજીભાઇ સંડોવાયેલ છે અને ફરીયાદીની મો. સા. સાથે જે મો. સા.નું એકસીડન્ટ થયેલ હતું તે મો. સા.ના નં. ૩૯પપ છે અને આ મો. સા. રાજુ જયસુખનું છે.

ઉપરોકત બન્ને ઇસમો જુનાગઢ આયુર્વેદિક ગરનાળા પાસે ઉભા હોવાની બાતમી મળતા તુરત જ સદર જગ્યાએથી બન્ને ઇસમો મળી આવતા પુછપરછ માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ અને બંને ઇસમોની આ કામે પ્રથમ પુછપરછ કરતા આ ગુન્હો કરેલ હોવાનું જણાવતા હોય. જેથી બંને ઇસમોની યુકિત પ્રયુકિતથી પુછપચ્છ કરતા તેઓએ જણાવેલ કે ગઇ તા. ર૯-૬-ર૦ ના રોજ બંને ઇસમો મો. સા. નં. જીજે-૧૦ બીએફ-૩૯પપ ની લઇને કાળવા ચોકમાં આવેલ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જતા હતાં. દરમ્યાન રંગોલી આઇસ્ક્રીમની દુકાન પાસે પહોંચતા સામેથી મો. સા. ઉપર એક ભાઇ રોંગ સાઇડમાં આવતો હોય. તેની સાથે મો. સા. ભટકાયેલ અને ફરીયાદી ખર્ચો માંગતા ખર્ચો આપવાની ના પાડતા ફરીયાદી સાથે બોલાચાલી, ગાળાગાળી તથા મારામારી કરેલ હતી અને  ફરીયાદીનો મો. ફોન રાજુના હાથમાં આવી જતા બન્ને જણા લઇને ભાગી ગયેલ હતાં.

જે અંગેની હકિકત જણાવતા અને રાજુ જયસુખ પાસેથી લૂંટમાં ગયેલ મો. ફો. મળી આવેલ. તેમજ બનાવ સમયે ઉપયોગમાં લીધેલ હીરો હોન્ડા પેશન રજી. નં. જીજે-૧૦ બીએફ-૩૯પપ કબ્જે કરી પંચોની હાજરીમાં બન્ને ઇસમોને ધોરણસર અટક કરી કોવીડ-૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ સદર ગુન્હાના કામે અટક રવા બી. ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.

આરોપી (૧) રાજુભાઇ ધુમડીયા વાલ્મીકી ઉ.ર૪ ધંધો, મજૂરી રહે. ત્થા (ર) રાહુલ ધુમડીયા વાલ્મીકી ઉ.ર૧ ધંધો પ્રા. નોકરી પાસેથી સેમસંગ કંપનીઓ એન્ડ્રોઇડ મો. ફો. સફેદ કલરનો છે. જેના આઇએમઇઆઇ નં. જોતા (૧) ૩પ૯૭પ ૩૧૦૩૩ર૭૯/૦૧ (ર) ૩પ૯૭પ૪૧ ૦૧૩૩ર૭/૦૧ કિ. રૂ. ૧૮,૦૦૦  હોન્ડા કંપનીનું પેશન રજી. નંબર જીજે-૧૦ બીએફ ૩૯પપ કિ. રૂ. રપ૦૦૦ કુલ મુદામાલ કિ. રૂ. ૪૩,૦૦૦ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇ. આર કે. ગોહીલ તથા પો. સબ. ઇન્સ. ડી. જી. બડવા તથા પો. હેઙ કોન્સ. એસ. એ. બેલીમ, ડી. આર. નંદાણીયા, વી. કે. ચાવડા, બી. કે. સોનારા, ભરતભાઇ બી. ઓડેદરા, જે. એચ. મારૂ, વિ. એન. બડવા પો. કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા તથા પો. કોન્સ. સાહિલ સમા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા, વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહેલ હતાં.

(1:03 pm IST)