Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પેન્ટના ખિસ્સામાં રહેલ ચાઇનીઝ મોબાઇલ ફાટતા બાઇક સ્લીપઃ વાંકાનેરનો યુવાન ઘાયલ

મોરબી,તા. ૨૧:વાંકાનેરના રહેવાસી ચિરાગ ભુપેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ.૪૨) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વાંકાનેરના વઘાસીયા જીઆઈડીસી ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતા મૂળ યુપીના વતની ગુડ્ડુભાઈ શ્રીભાઈ સાહની (ઉ.વ.૨૭) નામના યુવાન વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે સીટી ૧૦૦ બાઈક નં જીજે ૩૬ કયું ૪૬૬૬ લઈને મોરબી તરફ જતા હોય ત્યારે રસ્તામાં તેના પેન્ટના ખિસ્સામાં રહેલ મોબાઈલ અચાનક ફાટતા બાઈકસવાર યુવાને મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું અને પડી જતા ગંભીર ઈજા થતા ગુડ્ડુભાઈ શ્રીભાઈ સહાની (ઉ.વ. ૨૭) નામના યુવાનનું મોત થયું છે.

જે બનાવ અંગે મોરબી જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે યુવાનના ખિસ્સામાં રહેલ ચાઇનીઝ કંપનીનો રેડમી નો મોબાઈલ હતો યુવાને ત્રણ માસ અગાઉ જ મોબાઈલ ખરીદ્યો હોય જે ફાટતા યુવાને બાઈક પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો બનાવની નોંધ કરી પોલીસે મોબાઈલ એફએસએલ માટે મોકલી વધુ તપાસ ચલાવી છે.(

(1:02 pm IST)