Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી શકે તથા સિંગદાણાનો વપરાશ વધે તે માટે ''સોમા''ના સૂચનો

''સોમા''એ મુખ્યમંત્રીને રૂબરૂ મળી કરી રજુઆતઃ હકારાત્મક પ્રતિસાદ : સિંગદાણાને એકસપોર્ટ ઇન્સેન્ટીવ મળે તે જરૂરીઃ સિંગદાણાના વધુ વપરાશ માટે સહકારી માધ્યમથી પ્રચાર જરૂરી છે

રાજકોટ તા. ૧૭: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસો.ના સમીરભાઇ શાહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી આગામી ખરીફ સીઝનમાં મગફળીના વિક્રમજનક ઉત્પાદનની શકયતાની સ્થિતિમાં તેના યોગ્ય નિકાલ અંગે કેટલાક સૂચનો કર્યા હતાં જેનો મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

સોમાએ જણાવ્યું છે કે, આગલા વર્ષોમાં મગફળીના સારા ભાવો મળવાને કારણે આ વર્ષે મગફળીનું વિક્રમી વાવેતર થએલ છે. અત્યાર સુધીના વાતાવરણ અને વરસાદ જોતા સારૃં ઉત્પાદન થવાની શકયતાઓ વધી છે. તેવા સમયે આપણા ખેડૂતોએ પકવેલ મગફળીનું સારા ભાવે વેચાણ થઇ શકે, યોગ્ય નિકાલ થાય તેના માટેના અમારા સુચનો નીચે મુજબ છે.

આ વર્ષે વિશ્વભરમાં Covid-19  મહામારીના સંદર્ભે આંતરરાષ્ટ્રીય વેપાર Disturbed છે, તેમજ આપણા સીંગદાણા અને સીંગતેલનો મુખ્ય ખરીદદાર દેશ ચીન છે. ચીન સાથે ંગદીલીને કારણે તે દેશમાં Export કરવામાં અડચણ તથા જોખમ આવી શકે છે. માટે Export market માટે આપણે અન્ય દેશો તરફ નજર દોડાવવી પડશે. મોટા ભાગની દરેક કૃષિ પેદાશોના Export પર ૬% થી ૧૦% જેટલા Export incentives મળે છે. માત્ર સીંગદાણા અને તેની Products ના Export પર કોઇ Incentives  મળતા નથી. અમો એ વારંવાર આ મુદે દિલ્હી કોમર્સ મિનીસ્ટ્રીમાં રજૂઆત કરેલ છે.

સીંગદાણા અને તેની અન્ય પ્રોડકટસમાં Value addition ની ઘણીજ તકો છે. Peanut Butter, Peanut flour (લોટ), ચોકલેટસ જેવી ઘણી Regular વપરાશની ચીજો તેમાંથી બની શકે છે. બોર્નવિટા, હોર્લિકસ જેવા શકિતવર્ધક પાવડરમાં પણ Peanut products વપરાય છે. તો આવા Value addition based નવા ઉદ્યોગો જો સૌરાષ્ટ્રમાં સ્થપાય તો મગફળી સીંગદાણાનો વપરાસ વધે અને ખેડુતોને સારા ભાવ મળી શકે. આવા ઉદ્યોગો જો સૌરાષ્ટ્રમાં સ્થપાય તેના માટે કોઇક વિશેષ સવલતોની જાહેરાત કરવામાં આવે તો તે પણ ફાયદાકારક બની શકે.

સૌથી મહત્વનો મુદો આપણા ઘર આંગણે શિંગદાણા અને સીંગતેલનો વપરાશ વધારવાના પ્રયત્નો કરવા. આપણે ત્યાં જે મગફળી પાકે છે (સમગ્ર દેશમાં) તેમાંથી પીલાણ થતા પ્રતિવર્ષ આશરે ૭ થી ૮ લાખ ટન શીંગતેલ ઉત્પન્ન થાય છે. જયારે આપણા દેશમાં કુલ ર૬૦ લાખ ટન ખાદ્યતેલ ખવાય છે. આમ કુલ ખાદ્યતેલના વપરાશમાં માત્ર ૦૩% જેટલું શીંગતેલ વપરાય છે. તેવી જ રીતે આપણા રાજય ગુજરાતની વાત કરીએ તો પ્રતિવર્ષ પંદર લાખ ટન ખાદ્યતેલ વપરાય છે. તેમાં લગભગ ૧,રપ,૦૦૦ ટન જેટલું શીંગતેલ ખવાય છે. જે લગભગલ ૮% જેટલો હિસ્સો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીની સ્થિતિ જોતા મગફળીનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ૧૦ લાખ ટન જેટલું વધારે ઉત્પાદન થવાની શકયતા છે. તે અતિરિકત ઉત્પાદનમાંથી ૦૬ લાખ ટન જેટલી મગફળી પીલાણમાં જાય તો આપણી પાસે બે લાખ ટન જેટલું વધારે શીંગતેલ પ્રાપ્ત થાય. અત્યાર જેવી પરિસ્થિતિમાં તેનો નિકાલ કરવો અસંભવ છે. માટે શીંગદાણા અને સીંગતેલનો વપરાશ વધવો બહુજરૂરી છે. શીંગદાણા અને શીંગતેલમાં ભરપુર માત્રામાં પોષક દ્રવ્યો રહેલ છે. આમાંના અમુક તત્વો તો બહુજ ઓછી શકાહારી  items માં ઉપલબ્ધ છે. અત્યારે કોરોના જેવી મહામારીમાં શરીરમાં રહેલ રોગપ્રતિકારક શકિત એ એકજ માત્ર ઇલાજ છે. ત્યારે શીંગદાણા અને શીંગતેલનો વપરાશ વધે તે માટે Systematic advertising campaign કરવું બહુ જરૂરી છે. સહકારી માધ્યમથી આવો પ્રચાર થાય અને અત્યારે જે વપરાશ છે તેમાં ૦પ થી ૦૭% જેટલો વપરાશ વધે તો આ અતિરિકત ઉત્પાદનનો યોગ્ય ભાવે નિકાલ થઇ શકે અને ખેડૂતોને તેમની નિપજના પોષણક્ષમ ભાવો મળી રહે. તદઉપરાંત અમારી સંસ્થા દ્વારા આ વપરાશ વધે તે માટે જે પ્રયત્નો જેવા કે  add campaign, વિવિધ શહેરોમાં સેમિનાર, ડોકટરોઓ ડાએટીશન સાથેના વાર્તાલાપ વગેરેમાં જો સરકાર તરફથી આર્થિક સહયોગ મળે તો આ વાત તદન શકય છે. અને ખુલ્લી બજારમાં જ જો મગફળીના સારા ભાવો મળી રહે તો સરકારશ્રીને ટેકાના ભાવે ખરીદી કરવાની ઝંઝટમાંથી મુકિત મળે. આમ પણ ટેકાના ભાવની ખરીદી કરવામાં સરકારના ઉમદા ઇરાદા હોવા છતાં સરકારના ભાગે બદનામી જ આવે છે તો અમારા આવા સુચનો પર ધ્યાન દેવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિનું નિરાકરણ આવી શકે છે.

(12:05 pm IST)