Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઉનાના વરસીગપુરમાં જૂગાર રમતા ૭ શખ્સો ૧૧ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧૮ :.. ઉના પોલીસે વરસીગપુર ગામે ખાણ વિસ્તારમાં ૭ શખ્સોને તીનપતીનો જુગાર રમતા રૂ. ૧૧૪૬૦ સાથે પકડી પાડયા હતાં.

જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ જમાદાર કમલેશભાઇ પીઠીયા, એચ. આર. ઝાલા, જગદીશભાઇ કરશનભાઇ, ભીખુશા બચુસા, નીલેશભાઇ છગનભાઇ, અભિજીતસિંહ, મેહુલસિંહ વિગેરે સ્ટાફ શહેરમાં જૂગાર દારૂની બદીઓ બંધ કરાવવા પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉના તાલુકાના વરસીગપુર ગામે ખાણ વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમીને  પૈસાની હારજીતનો જૂગાર રમતા (૧) મુસ્તાક હશનભાઇ (ર) શબ્બીર અબદ રહેમાનભાઇ (૩) અબ્બાસ જમાલ કુરેશી (૪) અનીશ સિંકદર જાખરા (પ) ઇશાન રજાક મન્સુરી (૬) કરશન રણશી બાંભણીયા રે. વરસીગપુર  ત્થા બીચલારહીમ ઉના વાળા એકને રૂ. ૧૧૪૬૦ રોકડા સાથે પકડી પાડી ઉના લાવી ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.

(11:45 am IST)