Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઉનાનો જીવાદોરી સમાન મછૂન્દ્રી ડેમ ૯પ% ભરાયોઃ હેઠાળવાળા ગામોને સાવચેત રહેવા ચેતવણી

ઉના તા. ૧૮ :.. તાલુકાના જીવાદોરી સમાન મછૂન્દ્રી ડેમ ૯પ ટકા ભરાઇ જતા હેઠાળવાળા ૧ર ગામોને સાવચેત રહેવા ચેતવણી અપાય છે.

ઉના ગીરગઢડા તાલુકામાં સિંચાઇ ત્થા પીવાનું પાણી પુરૂ પાડતો મછૂન્દ્રી ડેમમાં ઉપરવાસ જંગલમાં વરસાદ વરસ્તા ૩પ સે.મી. ની પાણીની આવક થતા ૯.રપ મીટર ડેમ ભરાયો છે. ૯પ ટકા ડેમ ભરાઇ ગયો છે. ૧૦ મીટરે ઓવરફલો થાય છે.

હજુ પાણીની આવક ચાલુ છે. ગમે ત્યારે ઓવર ફલો થઇ શકે તેમ છે. તેથી ડેમ હેઠળ આવતા ગામો કોદીયા, ઇટવાયા, ગુંદાળા, મેણ, ચાંચકવડ, ઉના, દેમવાડા, નવાબંદર, રાજપરા, રામપરા, ઝાખરવાડા, કાળાપાણ ગામના લોકોને સાવેચત કરાયા છે. ગમે ત્યારે પાણીનું પુર આવી શકે તેથી નદીના પટ્ટમાં જવુ નહી કાંઠા વિસ્તારમાં અવર-જવર કરવી નહી. ઉના શહેરમાં ગઇકાલે ઝાપટા પડયા હતાં.

(11:41 am IST)