Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભુજના સંવેદનશીલ વિસ્તારમાં મધરાત્રે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

હાફિઝ સઇદની ધરપકડ તથા કચ્છમાં શંકાસ્પદ શખ્સોની ઘુસણખોરીના અહેવાલના પગલે-પગલે કાર્યવાહી : જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયા અને ડીવાયએસપી જે.એન.પંચાલ દ્વારા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગઃ હથીયારો શોધવા માટે પણ મથામણ

ભુજના સંવેદનશીલ વિસ્તારમાં એસપી સૌરભ તોલંબીયા ટીમ દ્વારા મધરાત્રે સરપ્રાઇઝ ચેકીંગની તસ્વીરો.

રાજકોટ, તા., ૧૮ઃ ઉરી અને મુંબઇ હુમલા સહીત મુંબઇ દેશના અનેક આતંકી હુમલાઓનો માસ્ટર માઇન્ડસમા હાફિઝ સઇદની પાકિસ્તાનમાં થયેલી ધરપકડ તથા તાજેતરમાં કચ્છમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલની ઇનપુટના પગલે કચ્છ પશ્રિમના જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયાએ પોલીસના મોટા કાફલા સાથે ભુજના ભીડનાકા  વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ મધરાત્રે હાથ ધર્યુ હતું.

ભુજના સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણના થાય છે તેવા ભીડનાકા વિસ્તારમાં  જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયાએ  જાતે જ દરેક વાહનો  ચેક કરવા સાથે તમામ  પાસે ડ્રાઇવીંગ લાયસન્સો તથા અન્ય ઓળખ  પત્રની માંગણી કરી તેની ઝીણવટ પુર્વક ચકાસણી કરી હતી.

શંકાસ્પદ વાહનોની ડેકીઓ ચકાસવા સાથે આવા વાહનોમાં કોઇ ચોરખાના બનાવી હથીયારો કે સ્ફોટક પદાર્થો છુપાવવામાં તો આવ્યા નથીને? તે બાબતે સઘન ચકાસણી  કરી હતી. પોલીસ વડાની આ ઝુંબેશમાં ડીવાયએસપી જે.એન.પંચાલ તથા પોલીસનો  કાફલો જોડાયો હતો. આમ મધરાત્રે જીલ્લ પોલીસ વડાના સરપ્રાઇઝ ચેકીંગથી અનેક વિધ અનુમાનો અને અટકળોએ જોર પકડયું છે.

(8:43 pm IST)