Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

તળાજા તાલુકામાં વીજચોરોને ઝડપવા 61 ટિમો દ્વારા સઘન ચેકીંગ :36 લાખની વીજચોરી ઝડપાઇ

હથિયારધારી એસઆરપી બંદોબસ્ત સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ટુકડીઓ ત્રાટકી

તળાજા તાલુકામાં વીજચોરોને ઝડપવા તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું  હથિયાર ધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે વીજ કંપનીની એકસઠ ટિમો ત્રાટકી હતી અને ૩૬.૧૪ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી

 . વીજ કચેરીનાઅધિકારી સૈયદ ના જણાવ્યા પ્રમાણે વીજ કંપની દ્વારા આપવામાં જે વીજપુરવઠો આપવામાં આવે છે. તેને લઈ ક્યાં વિસ્તાર માં કેટલી વીજ ચોરી થાય છે તેની ખબર તળાજા થી લઈ વડોદરા ની કચેરી સુધી ખબર પડી જાય છે. આથી આજે વડોદરા કચેરી ્‌દવારા હથિયારધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે સવારના સાતેક વાગ્યે તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૧ ટુકડીઓ ત્રાટકી હતી.

 તળાજા ની મહુવા ચોકડી પરના કોમર્શિયલ અને પસ્વી,પાદરગઢ, શેલાવદર,ભદ્રાવળ સહિતના ગામડાઓમાં કોમર્શિયલ અને રહેણાંકી વિસ્તારમાં ૬૬૩ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩૯ સ્થળો પરથી ૩૬.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ હતી

(8:11 pm IST)