Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

૩ માસ પૂર્વેજ પ્રેમલગ્ન કરનાર મહિલા પતિનું ઢિમઢાળી દઇ રૂમ બંધ કરી છૂ : મોરબીનો બનાવ

સીરામીકમાં કામ કરતા શ્રમીક રામસીંગની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ પત્ની કિરણદેવીની શોધખોળ

મોરબી, તા. ૧૭ :  મોરબી નજીક સીરામીક ફેકટરીના શ્રમીક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર પત્નીએ શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક આવેલી ઈરેટો સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાન રામસિંગ (ઉ.વ.૨૩) નામના યુવાનોનો લેબર કવાર્ટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને આ અંગે જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી, તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી યુવાનને માથામાં બોથડ પદાર્થનો દ્યા ઝીંકી હત્યા કર્યાનું ખુલ્યું હતું.

દરમિયાન હત્યાના બનાવ અંગે મૃતકના ભાણેજ જીતેન્દ્ર વર્માએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી કિરણદેવી રામસિંગે ફરિયાદીના મામા રામસિંગ સાથે બીજા લગ્ન કર્યા હોય અને પ્રથમ લગ્ન બાદ વાતચીત ચાલુ હોય જે બાબતે ઝદ્યડા થતા હોય અને આરોપી પત્નીએ માથામાં બોથડ પદાર્થનો દ્યા ઝીંકી રૂમ બંધ કરી જતા રહ્યાનું જણાવ્યું છે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર પત્નીની શોધખોળ ચલાવી છે.

મૃતક શ્રમિક યુવાનની હત્યા બાદ પત્ની ફરાર છે તેમજ મૃતકના ભાણેજે ફરિયાદમાં પણ મૃતકની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને ત્રણ માસ પૂર્વે જ તેની પત્ની સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે મહિલા પરિણીત હતી અને બે સંતાનોની માતા હતી જોકે મૃતક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને મોરબી કારખાનામાં મજુરી અર્થે આવ્યા હતા. મૃતક યુવાન સાથે લગ્ન કર્યા બાદ મોરબી કારખાનામાં મજુરી અર્થે આવ્યા હતા.

પતિની હત્યા કરી નાશી છુટેલ પત્ની કિરણદેવીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(11:56 am IST)