Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કેશોદના મેસવાણમાં મહિલાનું મકાન ભાડે રાખી જુગાર રમતા ૬ની ધરપકડ

રેન્જ સાયબર ક્રાઈમ સેલના દરોડામાં રૂ. ૧૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ, તા. ૧૮ :. કેશોદના મેસવાણમાં મહિલાનું મકાન ભાડે રાખી એક શખ્સે ચાલુ કરેલી જુગાર કલબનો પોલીસે પર્દાફાશ કરી છ શખ્સોને રૂ. ૧.૫૬ લાખના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

જૂનાગઢ રેન્જમાં જુગાર સહિતની બદીને ડામી દેવા આઈજીપી સુભાષ ત્રિવેદીની સૂચના હેઠળ રેન્જ સાયબર ક્રાઈમ સેલના હેડ કોન્સ. પી.બી. ચાવડા વગેરેએ કેશોદના મેસવાણ ગામે સોનાબેન ભોજા બાબરીયાનું મકાન ભાડે રાખી ભૂપત ભાણા બાબરીયાને શરૂ કરેલા જુગાર અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે આ કાર્યવાહીમાં ભૂપત ભાણા તેમજ કેશોદના હરકિશનદાસ ઉર્ફે હરેશકુમાર ત્રિભોવનદાસ વિઠ્ઠલાણી, રજનીકાન્ત ઉર્ફે રાજુ જેઠાલાલ તન્ના, મનોજ ભગવાનભાઈ અપારનાથી, પ્રકાશ ધનેશા અને મોવાણા ગામનો મુકેશ વિઠ્ઠલભાઈ ભાલોડીયાને રૂ. ૬૧૩૮૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ તેમજ ૭ મોબાઈલ અને ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂ. ૧,૫૬,૮૮૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:47 am IST)