Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ઉનાના નાથળમાં તીનપતી જુગાર રમતા ૬ શખ્સો ૧૪ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૧૮ : નાથળ ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ૬ શખ્સોને રૂ. ૧૪ હજાર ૭૮૦ રોકડા રૂપિયા સાથે પોલીસે પકડી પાડયા છે.

નાથળ ગામે તળાવ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા ઉના પોલીસના ડી-સ્ટાફના જમાદાર એ.ડી. ધાંધલ તથા સ્ટાફે રેડ પાડતા ધીરૂભાઇ નગાજણ ગઢીયા, મેણસીભાઇ મોહનભાઇ બાંભણીયા, નાથાભાઇ રણસીભાઇ, જેન્તીભાઇ ગોવિંદભાઇ મકવાણા, દિનેશભાઇ ભાણાભાઇ, જીવનભાઇ  બીજલભાઇ રે. નાથળ અને સીલોજવાળાને પકડી પાડી  ગંજીપતાનું સાહિત્ય તથા રોકડ રૂ. ૧૪,૭૮૦ રોકડા સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:24 am IST)