Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

એર ઇન્ડીયાના પ્લેનના ખોટકાના કારણે કચ્છના ૩૨૫ હજયાત્રીકો પરેશાનઃ સવારની ફલાઇટ સાંજે ઉડી

ભુજ, તા.૧૮: હજયાત્રા માટે રવાના થયેલા કચ્છના હજયાત્રીઓ ગઈકાલે એર ઇન્ડિયાના પ્લેનના ખોટીપાને કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર પરેશાન થયા હતા. કુલ ૪૨૦ હજયાત્રીઓની સાથે કચ્છના ૩૨૫ જેટલા હજયાત્રીઓ સવારે ૫ વાગ્યે ચેકીંગ પતાવીને ૮ વાગ્યાની એરઇન્ડિયાની ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અંતિમ ઘડીએ ફલાઈટમાં ખોટકો હોઈ પ્લેન નહીં ઉડે એવી એર ઇન્ડિયા દ્વારા જાહેરાત કરાતાં તમામ હજયાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અંતે એરપોર્ટ ઉપર જ વિરોધ વ્યકત કરીને ઉગ્ર રજુઆત કરાઈ હતી. જેને પગલે સાંજે સાત વાગ્યે ૪૨૦ હજયાત્રીઓને લઈને એર ઇન્ડિયાનું પ્લેન રવાના થયું હતું. હજયાત્રીઓની મુશ્કેલી અંગે પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક મારાએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને હજયાત્રીઓની હજયાત્રાનો એક દિવસ વધારી આપવાની માંગણી કરી છે. તો સરકાર દ્વારા હજ કમિટીમાં કોઈ નિમણુંક કરાઈ ન હોઈ વધુ મુશ્કેલી સર્જાતી હોવાનો આક્ષેપ રફીક મારાએ કર્યો છે.

(11:49 am IST)