Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

શ્રાવણ માસના પ્રારંભ પહેલા શિવ પૂજન આઇટમો માટે સ્ટોરો સુજ્જ

લોકોની પ્રથમ પસંદ જમણોશંખ હોવાનું તારણ

પ્રભાસ-પાટણ, તા. ૧૮: પવિત્ર શ્રાવણ માસના બીજી ઓગષ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરની સાનિધ્યમાં આવેલ શિવ પૂજન સબંધિત આઇટમો-મૂર્તિ-સાહિત્ય, કેસેટસ, પૂજાપાઠના વાસણોના વિવિધ સ્ટોરો આગોતરી તડામાર તૈયારીમાં સજ્જ થયા છે. સોમનાથ શોપીંગ સેન્ટરના નોવેલ્ટી સ્ટોરના લક્ષ્મણ જેઠવા કહે છે 'અમારે ત્યાં વિવિધ જાતના શિવલિંગો મળે છે, જેમાં પારદ, સ્ફટીક, મર્ગજ સ્ટોન,પન્ના, બેલ્જીયમ, મુન સ્ટોન, ટાઇગર સ્ટોન, પિત્તળની, મેટલની, વ્હાઇટ માર્બલ, કાળા સ્ટોન શિવલિંગ ઉપરાંત શિવની મૂર્તિઓ ચંદન, ભસ્મ, રૂદ્રાક્ષ, સ્ફટીક, તુલસી માળા, મુંડમાળા, કમર કાકડી, ઘંટડીઓ, આરતી-ધૂપદાની આ શ્રાવણમાં વધુ લોકોને ખરીદમાં આકર્ષે છે.

સોમનાથની મંદિર-શિવલિંગની વિવિધ નાની મોટી તસ્વીરો અને શિવપુરાણ, ગીતાજી તેમજ તીર્થીયાત્રા ભોમીયો સાહિત્ય વેંચતા ઘનશ્યામ ગોસ્વામીએ પણ શ્રાવણમાં આવી ખરીદી વધુ રહે છે તેમ જણાવ્યું. વિવિધ શંખની લગભગ ર૦ જેટલી મુખ્ય દુકાનો છે અને મંદિર આસપાસ છૂટક શંખ વહેંચનારા પણ હોય છે. શંખના અગ્રણી વિક્રેતાઓમાં મહેષગીરીબાપુ, ભવાની સી. સેલના ચાવડાભાઇ તેમજ લક્ષ્મણ જેઠવા છે તેઓ કહે છે લોકોની પહેલી પસંદ જમણો શંખ હોય છે. આ ઉપરાંત આરતી, અગરબત્તી  કરવાની સામગ્રી, ગોમતીચક્રમ, ઓમ ઓમનમઃ શિવાય ઉપરણા આગામી પર્વ માટે સજ્જ થઇ રહ્યા છે.'(૮.૪)

(9:46 am IST)