Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સુરેન્દ્રનગરમાં વોર્ડ નં.૩ના લતાવાસીઓ દ્વારા ઉપપ્રમુખને રસ્તા મુદ્ે ઘેરાવ

વઢવાણ તા. ૧૮ :.. સુરેન્દ્રનગરના મહાલક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં મહિલાઓ તંત્રથી ભારે વાઝ આવી ગઇ અને સુરેન્દ્રનગર શહેરની મહા લક્ષ્મી ટોકીઝ વિસ્તારના મહિલાઓ રજૂઆત કરી અને સીધી જ આ વોર્ડના ચૂંટાયેલા સદસ્ય અને વોર્ડ નં. ૩ ના અને ઉ.પ્રમુખપદે બિરાજમાન થયેલા જિજ્ઞાબેન પંડયાના નિવાસ સ્થાને મહિલાઓનું ટોળુ ઘસી ગયેલ હતું.

ચૂંટાયેલા સદસ્ય જિજ્ઞાબેન પંડયા અને ડો. જિનેશ વોરાને આ સ્થળ ઉપર લાવી ઘેરાવ કરી અને રોડ રસ્તાની સ્થિતી બતાવી. અને ન ચાલવા જેવા આ રોડ રસ્તા ઉપર ફરજીયાત ચલાવી અને અહેસાસ કરાવ્યો હતો. આ મામલો સતત ત્રણ કલાક સુધી આ સમસ્યાના મામલે બબાલ ચાલેલ ત્યારે સદસ્ય જામાભાઇ ભરવાડ દ્વારા ખાતરી આપી અને મામલાને થાળે પાડયો હતો.

(4:14 pm IST)