Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મોરબીમાં ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે ૩૦૦૦ ટ્રકના પૈડા થંભી જશે

મોરબી તા. ૧૮ : ટ્રક ટ્રાન્સપોર્ટ એસો ગુજરાત દ્વારા દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાલમાં જોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. પણ જોડાવાનું હોવાથી તા. ૨૦ થી ૩૦૦૦ ટ્રકોના પૈડા થંભી જશે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં સિરામિક એસોસીએશન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોરબી ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહીર, રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ અને અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો ઉપપ્રમુખ હસુભાઈ ભગદેવ તેમજ સિરામિક એસોના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)