Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગીર- ગઢડા વિસ્તારમાં બે દિ'માં ૪૦ ઈંચથી વધુ વરસાદઃ અસરગ્રસ્તો માટે ૨૦ હજાર ફૂડ પેકેટો સેવાભાવી લોકો દ્વારા તૈયાર

પ્રભાસપાટણઃ ગીર - ગઢડા તાલુકામાં છેલ્લા બે દિવસમાં ૪૦ ઈંચ જેવો ભારે વરસાદ અસરગ્રસ્તોને વહારે સેવાભાવી સંસ્થાઓ આપેલ છે. બી.એ.પી.એસ.મંદિર ગીર- ગઢડાના અખંડમંગલસ્વામી અને ઉનાનાં જલારામ વાડી- ઉના તેમજ દિપકભાઈ શાહ દ્વારા ૨૦ હજાર પેકેટ ૨૪ કલાક રસોડું ચાલુ રાખીને બનાવે છે. આ ફુડ પેકેટ કાણકીયા, લેરકા, ચીખલી, કરેણી, આલીદર હડમતીયા, સીલોજ સહિત ગીર-સોમનાથના ગીર-ગઢડા વિસ્તારના ગામોમાં પહોંચાડેલ તેમજ રેલ્વે સ્ટેશન પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ સેવાભાવી સંસ્થાઓની સાથે જીલ્લા કલેકટર અજય પ્રકાશનાં માર્ગદર્શન તળે ઉના નગરપાલિકાનાં પ્રમુખ કે.સી.રાઠોડ, ઉના પ્રાંતઅધિકારી મહેશ પ્રજાપતિ, મામલતદાર નિનામા, ગીર-ગઢડા મામલતદાર એચ.આર.કરોડિયા સહિત રેવન્યુ પંચાયત, નગરપાલિકા, સિંચાઈ અને માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ અસરગ્રસ્તો સાથે મદદરૂપ થઈ ફરજ બજાવી રહ્યા (તસ્વીર- દેવાભાઈ રાઠોડ)

(11:49 am IST)