Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગણોદમાં ડૂબી જતા ૬ ભેંસના મોતઃ અરણી ગામે બળદ વોંકળામાં તણાઇ ગયોઃ ઉપલેટા વિસ્તારના ડેમોની સપાટી વધી

ઉપલેટા તા. ૧૮ : ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ બાદ હળવા ભારે ઝાપટા વચ્ચે ઉપલેટા શહેરમાં કુલ આઠથી દસ ઇંચ વરસાદ અને તાલુકાના ગામડાઓમાં કુલ ૧૦થી ૧૫ ઇંચ જેવો વરસાદ નોંધાયેલ છે. ત્યારે દિવસ દરમિયાન ઉપલેટા શહેરમાં ૨૫ મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૨૨૭ મીની નોંધાયેલ છે. જયારે તાલુકાના ગામડાઓમાં ભાયાવદર ગામે ૨૮મી મોસમનો કુલ વરસાદ ૩૧૦ મીની તેમજ પાનેલી મોટી ગામે પીચોતેર મી.મી સાથે ફુલઝર તળાવમાં ત્રણ ફૂટ નવા પાણીની આવક થતાં ડેમની સપાટી ૪૧ ફુટે પહોંચી છે. અન્ય ગત તારીખ ૧૫ ના રોજ તાલુકાના ગણોદ ગામની સીમમાં આની અંદર ગામના રહેવાસી જગમાલ સાધુ ડાંગર અને ગોવિંદ સાદો ડાંગર ની ૬ ભેસ બાંધેલ હતી જે અચાનક પાણીનો મારો શરૂ થતાં ડૂબી જવાથી મોત થયાના સમાચાર મળી રહ્યા છે અરણી ગામ જીવરાજ ગોવિંદભાઈ નાગા સાથે બાંધેલ બળદ વોકળામાં તણાઈ જતાં મોત થયેલ છે.

ઉપરોકત બાબતે વધુમાં તાલુકાના ડેમમાંથી મોજ ડેમ ખાતે દિવસ દરમિયાન ૩૦ મી.મી વરસાદ નોંધાયા બાદ મોસમનો કુલ વરસાદ ૨૮૫ મીમી થયેલ છે તેમજ ઉપરવાસના ગામડાઓમાં ગઈ કાલ નો વરસાદ સારો હોવાથી ડેમ ની અંદર પાણી ની આવક ૪૪ ફૂટની સપાટીમાથી ૩૬.૬૦ એ પહોંચેલ છે. જયારે તાલુકાનો બીજો ડેમ વેણુ ૨ ડેમ ઉપર દિવસ દરમિયાન ૫૦ મીની વરસાદ નોંધાયા બાદ મોસમનો કુલ વરસાદ ૨૦૫ મીમી થયેલ છે. જયારે ડેમ ની અંદર પાણીની આવક થતા ૫૮ મીટર માથી ૫૧ પોઇન્ટ દસ મીટરની સપાટી પાર કર્યાના એવાલ મળી રહ્યા છે. ભાદર ડેમ ગઈકાલ રાત્રિના ઓવરફલો થતા ઉપલેટા ની ભાદર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે આ અંગેના સમાચાર મળતા લોકો નદીકાંઠે એકઠા થઇ ગયા હતા.(૨૧.૧૩)

(11:09 am IST)