Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભાદર ડેમમાં નર્મદા નીરના વધામણાં

ધોરાજીઃવીરપુર સૌરાષ્ટ્ર ના મોટા ડેમ ભાદરમાં નર્મદાના નીર કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા. શ્રીફળ ચુંદડી પધરાવી  સાથે શાસ્ત્રોકત વિધિ થી નર્મદા ના નીર નું પૂજન કર્યું હતું, સાથે ગોરધનભાઇ ધમેલીયા જેતપુર નાવાગઢ નગરપાલિકા ના પ્રમુખ પણ જોડ્યા હતા  ભાદરમાં નર્મદા માં નીર આવતા જેતપુર રાજકોટ, સહિત ના ૧૦ ગામો અને અન્ય બે જેટલી જૂથ યોજના હેઠળ આવતા ૫૦ થી વધારે ગામો અને ૭ લાખ થી વધારે લોકોને પીવાના પાણીનો લાભ મળશે.  ભવિષ્ય માં આ વિસ્તાર ને પીવા ના પાણી માટે વલખા નહિ મારવા પડે, જેતપુર ના લોકો માં પણ આનંદ ની લાગણી જોવા મળી હતી.  નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા,જેશુખભાઈ ગુજરાતી તેમજ જેતપુર નગરપાલિકા ના તમામ સદસ્યો એ નર્મદા નીર ના વધામણાં કર્યા હતા.

સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રનો મોટો  ભાદર ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવી રહ્યો છે લગભગ ૪૩૩ કિલોમીટર જેટલા અંતરથી નર્મદા ડેમથી લઈને પાઇપ લાઇન દ્વારા ગોંડલ પાસેના ગુંદાસરા ગામ પાસેથી ગોંડલના વેરી તળાવમાં નર્મદાનું પાણી આવી પહોંચ્યું હતું અને આ તળાવ ઓવરફ્લો થઈને તેનું પાણી ગોંડલી નદી મારફત ભદ્રાવતી એટલે ભાદર ડેમમાં આવી પહોંચતા વધામણા કર્યા હતા, માં રેવા (નર્મદા) અને માં ભદ્રાવતી (ભાદર)ના આ અલદાયક સંગમનો નજારો તસવીર માં નજરે પડે છે.(તસ્વીરઃકિશન મોરબીયા.વીરપુર, ધર્મેન્દ્ર બાબરીયા.ધોરાજી)

(1:14 pm IST)