Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

લાલપુરના પન્નાનેશની સીમમાં દારૂના દરોડા

જામનગર તા.૧૮: પન્નાડેમ પાસે, કટારીયા હનુમાન મંદિર પાછળ નદીના કાઠે દેશી દારૂ બનાવતા આરોપી પ્રતાપસિંહ રૂપસિંહ રાઠોડ રહે. પીપળીગામ તા.લાલપુર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી.૪૦ કિ.રૂ.૮૦૦ તથા દારૂ બનાવવાનો કાચો આથો લી.૩૦૦ કિ.રૂ.૬૦૦ તથા દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.૨૭૭૦ નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પો.કોન્સ. અશોકભાઇ સોલંકીની ફરીયાદ આધારે પો.હેડ કોન્સ. ખીમભાઇ ભોચીયાએ ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને દારૂ બનાવવામાં ભાગીદાર સુખરાજ દેસુરભાઇ ચારણ રહે. પન્નાનેશ તા.લાલપુર વાળાને ફરાર જાહેર કરેલ છે.

બીજા દરોડામાં પન્નાડેમ પાસે, કટારીયા હનુમાન મંદિર પાછળ નદીના કાઠે બાવળની કાટમાં દેશી દારૂ બનાવી રહેલ આરોપી દેદલાભાઇ જીવણભાઇ ચારણ રહે. પન્નાનેશ તા.લાલપુર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી.૬૦ કિ.૧૨૦૦ તથા કાચો આથો લી.૪૦૦ કિ.રૂ.૮૦૦ તથા દારૂ બનાવવાના સાધનો મો.સા.મળી કુલ રૂ.૨૯,૬૭૦ નો મુદામાલ  કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પો.કોન્સ.મીતેશભાઇ પટેલની ફરીયાદ આધારે પો.હેડ કોન્સ. ફીરોજભાઇ દલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપી રેઇડ દરમ્યાન નાશી જતા ફરાર જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના થી પો.સ.ઇ વી.વી.વાગડીયા, કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ. નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૧.૧૪)

(1:10 pm IST)
  • મોડીરાત્રે અંક્લેશ્વરની વર્શા હોટલ પાસે અકસ્માત :સ્વીફ્ટ કારના ચાલકને ઇજા :હાઇવે પર બે કી.મી. લાંબો ટ્રાફિક જામ :જાનહાનિના કોઈ અહેવાલ નથી :વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 12:57 am IST

  • સુરતમાં હોટલના માલીકની મોટી બેદરકારીના કારણે બે કર્મચારીના મોતઃ હોટલની અગાસી ઉપર બનાવેલા રૂમ પરથી નીચે ઉતરતા સમયે ચાર કર્મચારીઓને કરંટ લાગ્યોઃ બે કર્મચારીના મોતઃ એકની હાલત ગંભીર, સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડયા access_time 11:28 am IST

  • કેન્દ્ર સરકારે વધુ ૧૫ ઉચ્ચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા કસ્ટમ બોર્ડના ૧૫ ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દીધા છેઃ આ અગાઉ પણ સરકારે આયકર વિભાગના ૧૨ અધિકારીઓને ઘરે બેસાડી દીધા હતાઃ આ બધા અધિકારીઓ ઉપર નિયમોની વિરૂદ્ધ કાર્ય કરવાનો આરોપ હતો access_time 3:54 pm IST