Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જુનાગઢના વીજાપુરમાં ચોરાયેલ ટ્રેકટર ટ્રોલી બીનવારસી મળી આવ્યું

પી.એસ. જે.પી ગોસાઇ સહિતના સ્ટાફ દ્વારા ખાડિયામાંથી ચોરીનો ભેદ ઉકેલ્યો

જુનાગઢ તા ૧૮ :  જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ગઇતા. ૦૫ ના રોજ ફરીયાદી ભરતભાઇ સુકાભાઇ જાડેજા રહે. વીજાપુર ગામ, તા.જી. જુનાગઢનાઓએ ફરીયાદ આપેલ હોય અને તેમાં તેમણે જણાવેલ હોય કે, તેમનું ટ્રેકટર મેસી કંપનીનું લાલ કલરનું તથા બાલાજી કંપનીની ટ્રોલી મળી કુલેરૂા કિ. ૭,૦૦,૦૦૦/-ની ચોરી થયેલ છે, જેથી જુના. તા. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૭/૨૦૧૯, ઇ.પી.કો.કલમ ૩૭૯ નો તા. ૦૫/૦૬/૨૦૧૯ ના રોજ દાખલ કરવામાં આવેલ છે અને સુભાષ ડી. વેદી ચોરાયેલ મુદામાલ ટ્રેકટર તથા ટ્રોલી તથા આરોપીને શોધી  કાઢવા માટે મહે. પોલીસ મહાનિરીક્ષક ની સુચના મુજબ અને મહે. પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક સોૈરભસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ ગુન્હામાં ચોર મુદામાલ બાબતે જે.પી. ગોસાઇ, પો.સબ ઇન્સ. તથા સ્ટાફ સાથે જુનાગઢ તાલુકા પો.સ્ટે. ના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાચન ચેકીંગ રાખેલ તેમજ ખડીયા ચેક પોસ્ટ ખાતે નાકાબંધી રાખી વાહન ચેકીંગ કરાવેલ તે દરમ્યાન તા. ૦૮ નારોજ ચોરીમાં ગયેલ ટ્રેકટર તથા ટ્રોલી ખડીયા મુકામે યોગી પેટ્રોલ પંપની બહાર રોડની સાઇડે બીનવારસી મળી આવેલ, જે ગુન્હાના કામે કબજે કરેલ હતું. અને સદર બીન વારસી ટ્રેકટર તથા ટ્રોલી મળી આવેલ, તે જગ્યાની આજુબાજુમાના સી.સી. ટી.વી.ની તપાસ કરેલી, તેમજ અંગત બાતમીદારોથી તપાસ કરાવેલ દરમ્યાન ખાનગી બાતમીદારોની હકીકત મળેલ કે, ચોરી ખડીયા ગામે રહેતા રામભાઇ પુનાભાઇ રાવલીયા, રહે. ખડીયા આહીર સમાજની બાજુમાં તા.જી. જુનાગઢના દીકરાએ કરેલ હોય, જે બાબતે તપાસ કરતા તેમનો દીકરો બાળકિશોર હોય અને ચોરી કબુલ કરતો હોય, જેથી આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની  જરૂરી કાર્યવાહી કરી તેમના પીતાને પરત સોંપવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યવાહીમાં અમો પો.સબ ઇન્સ. જે.પી. ગોસાઇ તથા હે.કો. કમલેશભાઇ બાબુભાઇ તથા પો.કો. દિનેશભાઇ રણવીરભાઇ તથા પો.કો. માનસિંહ દેવદાનભાઇ  વિગેરે  પો. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:07 pm IST)