Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વાવાઝોડાની સંભવિત અસર વચ્ચે ૬૨ સર્ગભા મહિલાઓની સફળ પ્રસુતિ

જૂનાગઢ આરોગ્ય વિભાગની પ્રશંસનીય કામગીરી

જૂનાગઢ,તા.૧૮ : જૂનાગઢ આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત દ્વારા વાયુ વાવાઝોડા અગમચેતી અને તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિષયક  કામગીરી અનુકરણીય કરવામાં આવી હતી. વાયુ વાવાઝોડા દરમિયાન જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તથા પેટા કેન્દ્રના તમામ અધિકારી – કર્મચારીઓએ ૨૪ કલાક હેડ કવાર્ટરમાં રહી ફરજ નીભાવી હતી. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ટીએચઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી ૧૫ દિવસમાં થનાર સંભવિત ડીલીવરીની તારીખ હોય તેવા કુલ ૩૭૩ સગર્ભા બહેનોની ઓળખ કરી તે પૈકી ૧૧૮ બહેનોને કાર્યરત ડીલીવરી પોઈન્ટ પર સલામત સ્થળે શીફટ કરવામાં આવ્યા હતા. આ  દરમિયાન કુલ ૬૨ સર્ગભા માતાઓઓની સલામત ડીલીવરી કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત જિલ્લાના ૯ તાલુકા પૈકી અતિ જોખમી એવા માંગરોળ અને માળિયા ની ઓળખ કરી ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા ૫૩ ગામોમાં કુલ ૫૨ મેડીકલ ટીમોએ જેમાં ૧ મેડીકલ ઓફિસર તથા ૨ પેરા મેડીકલ સ્ટાફ દ્રારા બન્ને તાલુકામાં કુલ ૨૯૨ મેડીકલ તેમજ પેરામેડીકલ સ્ટાફ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ટીમો દ્વારા આશ્રયસ્થાનો ખાતે શરદી-ઉધરસ,તાવ,ઝાડા વગેરે જેવા રોગના દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવેલ હતી. લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે ૩૩,૫૦૦ જેટલી કલોરીન ટેબનું વિતરણ કરવામાં આવેલ અને પીવાના સ્ત્રોતોનું કલોરીનેશન કરવામાં આવેલ. જયારે માંગરોળ તથા ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધારાના મેડીકલ ઓફીસર તથા એમ્બયૂલન્સ પૂરી પાડવામાં આવેલ હતી. આ તમામ કામગીરી જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, એપીડેમીક મેડીકલ ઓફીસરશ્રી,કવોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફીસરશ્રી, તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી,સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકક્ષશ્રી, અને તાલુકા હેલ્થ ઓફીસરશ્રી દ્વારા  આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવેલ હતી.

(11:29 am IST)