Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

માણાવદર પાસે બસે જોરદાર બ્રેક મારતા આગળની સીટમાં બેસેલા, કાચ તોડી રસ્તા ઉપર પટકાયાઃ પિતાનું મોતઃ માતા-પુત્ર ઘાયલ

માણાવદર, તા. ૧૮ :. ટ્રાવેલ્સવાળાએ ટુવ્હીલરને બચાવવા જોરદાર બ્રેક મારતા આગળની સીટમાં બેઠેલા મુસાફર કાચ તોડી રોડ ઉપર પટકાયા, સાથે ૩ વર્ષનું બાળક પણ ફંગોળાયુ, તેને માથામાં ઈજા અને માતાને ઈજા થઈ છે.

પ્રાપ્ત વિગતોનુસાર પોરબંદરથી જૂનાગઢ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ભાલેચડા પાટીયા પાસે પહોંચી તે દરમિયાન ભાલેચડા ગામના રહીશ રામભાઈ દેવાયતભાઈ જલુ પોતાના હોન્ડા ઉપર નિકળ્યા તેને બચાવવા બ્રેક મારી તેથી ટ્રાવેલ્સની આગળની સીટમાં બેઠેલા મુળચર ગામના રહીશ દિનેશભાઈ બાબુભાઈ માવદિયા (ઉ.વ. ૩૫) રે. પોરબંદરવાળા તથા તેનો ત્રણ વર્ષનો દિકરો નિહાલ દિનેશભાઈ માવદિયા તેના ખોળામાં હતો. બન્ને પિતા-પુત્ર આગળનો કાચ તોડી સીધા રોડ ઉપર પટકાયા.

જેમાં દિનેશભાઈ બાબુભાઈ માવદિયા (ઉ.વ. ૩૫)ને ૧૦૮માં ડોકટર જયેન્દ્રભાઈ સોલંકી, પાયલોટ રાહુલભાઈ વાઘેલા તત્કાલ પીએચસી માણાવદર બન્નેને લઈ ગયેલા. જેમાં દિનેશભાઈનું મૃત્યુ થયાનું પીએચસી ડોકટરે જણાવેલ હતું તથા ટ્રાવેલ્સમાં જ નિહાલ દિનેશભાઈ માવદિયાને પણ માથામાં ગંભીર ઈજા થતા ૮ થી ૧૦ ટાંકા આવેલા.

પાછળના ભાગે તેની માતા રસીલાબેનને નાની ઈજા થઈ તેને જૂનાગઢ રીફર કર્યા. આ ટુ વ્હીલર તથા ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં મોટર ચાલક રામભાઈ દેવાયતભાઈ જલુ (ઉ.વ. ૫૫) રે. ભાલેચડાવાળાને પણ જૂનાગઢ રીફર કર્યા છે.

(10:16 am IST)