Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હળવદ સંપૂર્ણ બંધ

 (દીપક જાની દ્વારા)હળવદઃ વાવાઝોડાના પગલે સાવચેતીના પગલાં રૂપે હળવદના વિવિધ વેપારી એસોસિએશન એ ગલિકાલે નિર્ણય કર્યો હતો. આજે હળવદ નગરમાં તમામ વેપાર બંધ રાખવામાં આવે જેના પગલે હળવદ સંપૂર્ણ બંધ રહેવા પામ્‍યું છે. લોકોની ચલપહલ પણ બિલકુલ નહિવત છે.

(10:36 am IST)
  • અમદાવાદમાં સવારથી ધીમીધારે ચાલુ : વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છેઃ વ્‍હેલી સવારથી પવનની સાથોસાથ ધીમીધારે વરસાદ ચાલુ છે access_time 11:08 am IST

  • બંગાળની રાજનીતિમાં જબરો ગરમાવો : પશ્ચિમ બંગાળના નારદા સ્ટિંગ કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયેલા ચાર ટીએમસી નેતાઓની જામીન પર કલકત્તા હાઇકોર્ટે મોડી સાંજે રોક લગાવીને સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 19 મેની તારીખ નક્કી કરી છે. access_time 11:28 pm IST

  • સુરતમાં વાવાઝોડાના પવને ૨૯ વૃક્ષોનો કડુસલો બોલાવ્યો : સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરરૂપે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતા સવાર સુધીમાં ૨૯ ઝાડ તૂટી પડવાનાં બનાવો બન્યા છેઃ અઠવા ઝોનમાં ૬ સ્થળોઍ; રાંદેર ઝોનમાં ૮ સ્થળોઍ; વરાછા ઝોન-ઍ માં ૨ સ્થળોઍ; કતારગામ ઝોનમાં ૨ સ્થળે; સેન્ટ્રલ ઝોનમાં ૭ સ્થળોઍ; લિંબાયત ઝોનમાં ૨ સ્થળોઍ; ઉધના ઝોનમાં ૨ સ્થળોઍ વૃક્ષો ધરાશયી થયા. ઝાડ કાપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ ; વૃક્ષો નીચે દબાયેલ વાહનોને બહાર કાઢવામાં આવ્યા : કોઈ જાનહાની નથી. access_time 12:47 pm IST