Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સાયલા પાસે લુંટ-મારામારીની ઘટનામાં ૩ શખ્સોની ધરપકડઃ અન્ય આરોપીઓની શોધખોળ

વઢવાણ, તા.૧૮:સુરેનદ્રગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાં સાયલા નેશનલ હાઇવે ડોળિયા બાઉન્ડ્રી નજીકમાં સાયલા ખાતે ધાર્મિક પ્રસંગમાં આવેલ અને થાનગઢ ખાતે રહેતા વાલીબેન પારદ્યી પોતાની દીકરી તથા પોતાની બહેનના દીકરા સાથે બોલેરો કારમાં જતા અજાણ્યા છ જેટલા અજાણ્યા ઈસમો એક સફેદ કલરની ડસ્ટર કાર તથા બીજી વરીયાળી કલરની કારમાં આવી, પાઇપ, દંડા, છરી જેવા હથિયારો સાથે હુમલો કરી, વાલી બહેનની દીકરી તથા બહેનના દીકરા ને માર મારી, ફ્રેકચર કરી, રોકડ રકમ તથા સોનાની ચેઇનની લૂંટ કરવામાં આવેલ હતી. આ બાબતે થાનગઢ આંબેડકરનગરમાં રહેતા ફરિયાદી વાલીબેન દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતે રામપરડા ગામના અજાણ્યા કાઠી દરબારો વિરુદ્ઘમાં એટ્રોસીટી લૂંટ તથા મારામારી અંગે ફરિયાદ કરવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી......

સુરેન્દ્રનગર ર્જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણી દ્વારા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી, ધરપકડ કરર્વાં માટે સૂચનાઓ કરવામાં આવેલ હતી...

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ.મહેશભાઈ બાર, દીપસિંહ, પરાક્રમસિંહ, કમાન્ડો મનીષભાઈ, ડ્રાઇવર હસમુખભાઈ સહિતની ટીમ દ્વારા ર્ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવતા, આ ગુન્હામાં ભૂપત ચાવડા, સંગાભાઈ કાઠી, ઉદય કાઠી, વિજય કાઠી, સહિતના આરોપીઓ સંડોવાયેલ હોવાનું ખુલતા, આરોપીઓની તપાસ આદરવામાં આવેલ હતી અને આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા અને પોલીસ પક્કડ થી દુર હતા.ર્ જયારે જયારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા, નાસી જતાં હતાં અને છુપાતા ફરતા હતા. ર્છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરર્તાં હતા....

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે સાયલા પો.સ.ઈ. અર્જુનસિંહ જાડેજા, મૂળી પો.સ.ઇ. ડી.બી.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફના હે.કો. વિજયસિંહ, કલ્પેશભાઈ, સહદેવસિંહ, અજયસિંહ, અસલમખાં મલેક, નિકુલસિંહ, ભરતસિંહ, ભગીરથસિંહ, રણજીતસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મૂળી તાલુકાના રામપરડા ગામે અચાનક રેઇડ કરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) સાંગાભાઈ દેવાયતભાઈ કરપડાં જાતે કાઠી દરબાર ઉંમર વર્ષ ૬૮ રહેવાસી રામપરડા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર ને રાઉન્ડ અપ કરી, પૂછપરછ હાથ ધરતા, અન્ય આરોપીઓ (૨) ઉદયભાઇ દાદભાઈ કરપડા જાતે કાઠી ઉંમર વર્ષ ૨૫ રહેવાસી કળમાદ તાલુકો મુળી તથા વિજયભાઈ અનકભાઈ કરપડા જાતે કાઠી ઉંમર વર્ષ ૨૩ રહેવાસી રામપરડા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગરની સંડોવણી બહાર આવતા, તમામ આરોપીઓને સાયલા પોલીસ સ્ટેશન લાવી, ત્રણેય આરોપીઓને અટક કરી, ગુન્હામાં વપરાયેલ ડસ્ટર કાર તથા હથિયારો કબજે કરી, ધરપકડ કરવામાં આવેલ હતી....

પકડાયેલ ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા, આ ગુનામાં અન્ય આરોપીઓ સુરેશ શાંતુભાઇ કાઠી, ભુપત રામજીભાઈ ચાવડા, આશિષ ચાવડા, ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કોળી તેમજ અન્ય એક અજાણ્યો માણસ જેને ભૂપત ચાવડા લાવેલ, તેની સંડોવાયેલી હોવાની વિગતો આપવામાં આવેલ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી, પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ સોનાની ચેઇન તથા રોકડ મુદ્દામાલના રૂપિયા કબજે કરવાના હોય, તમામ આરોપીઓને લીંબડી સેશન્સ કોર્ટમાં રજૂ કરી, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ની માંગણી કરવામાં આવતા, લીંબડી સેશન્સ કોર્ટ દ્વારા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવેલ. પકડાયેલ ત્રણેય આરોપીઓની સાયલા મામલતદાર સમક્ષ ઓળખ પરેડ પણ કરવામાં આવેલ અને રિમાન્ડ પૂરા થતા ર્જેલ હવાલે કરવામાં આવેર્લં છે....

વધુ તપાસ લીંબડીના ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરી, બાકીના આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(1:24 pm IST)