Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કુમકુમ પગલા કરાવવા ના મામલે ભુજના જાણીતા વિપ્ર પરિવારમાં મારામારીઃ ૭ને ઇજા

તા.૧૮: લખપત ના ધડુલી ગામે વિવાહિતા ના પગલા ના મુદે ભુજનો જાણીતો વિપ્ર પરિવાર બાખડયો હતો અને ભાઇઓ ભાઇઓ વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ લખાવાઇ છે.

ભુજ ના સરકારી વકીલ મયુર પુરોહિત અને વિશ્વહિન્દુ પરીષદના મહામંત્રી હરેશ પુરોહિત ના પરિવાર બાખડતા સામસામે એકબીજા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરાઇ છે.જેમાં સાત ને ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)