Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કોડીનાર તાલુકાના શેઢાયા ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત ખેડૂતોનો પાણી પ્રશ્ન હલ થશેઃ મુળુભાઈ વીંજુડા

ગીર સોમનાથ તા.૧૮: સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના શેઢાયા ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે. તા. ૭ મે થી આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે જેમાં ૭૦ શ્રમીકો રોજગારી મેળવી રહયા છે.

   રાજયવ્યાપી સુજલામ-સુફલામ યોજના તા. ૧ લી મે થી શરૂ કરવાની સાથે તા. ૩૧ મે સુધી કાર્યરત રહેશે. તળાવો ઉંડા કરી વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારશ્રીએ જળસંગ્રહ અભિયાન હાથ ધર્યું છે. આવનાર દિવસોમાં આ અભિયાન થી ઉંડા કરવામાં આવેલા તળાવો, ચેક ડેમ અને પુનૅંજીવીત થયેલ નદીઓ લોકોમાં આશાનું કિરણ બની રહેશે.  વરસાદી પાણીનો વધુ સંગ્રહ થવાથી જનતાને તેનો સીધો લાભ થશે.

     શેઢાળા ગામના શ્રમીક મુળુભાઈ વીંજુડાએ કહ્યું કે, સરકારશ્રીએ મનરેગા યોજના અમલમાં મુકી લોકોને રોજગારી પુરી પાડવામાં આવે છે. રોજગારીની સાથો સાથ તળાવો-ચેક ડેમ ઉંડા કરવાથી વરસાદી પાણીનો સંગ્રહ થશે. શેઢાયા ગામનું આ તળાવ ઉંડુ ઉતારવાથી આજુ-બાજુના ખેતરોનાં કુવામા પાણીના તળ ઉંચા આવવાની સાથે પાણીનો પ્રશ્ર્ન હલ થશે. અગાઉ આ તળાવમા ખુબ ઓછા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હતો અને હાલમાં સરકારશ્રીની આ યોજના અમલમાં આવતા આ તળાવને ઉંડુ ઉતારવામાં આવી રહ્યું છે જેથી આ તળાવમાં ભરપુર વરસાદી પાણીનો સંગ્રહ થશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસ

ગીર સોમનાથતા.૧૮:-શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૧૮ ના રોજ ૧૦ કલાકે વેરાવળ ખાતે સોમનાથ સંસ્ર્કૃત યુનિ. આયોજીત અખિલ ભારતીય પ્રાચ્ય વિધા સંમેલન ઉદદ્યાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સોમનાથ સંસ્કૃત યૂનિ.ના કુલપતી પ્રો. આર્કનાથ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું સોમનાથ ટ્રસ્ટના ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ ઉદદ્યાટન કરશે.

(12:04 pm IST)