Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હળવદના મયાપુર ગામના દંપતિનો અનોખો સંકલ્પઃ ગાયને જમાડીને પછી જ જમે છે

૧૦૦ થી વધુ રખડતા ઢોરને જુવાર, શ્વાનને રોટલીઓ આપે છે

હળવદ તા.૧૮: તાલુકાના મયાપુર ગામના સંજયભાઇ રવજીભાઇ કણઝારીયા અને તેમની પત્ની પ્રફુલ્લાબેને એક અનોખો સંકલ્પ કર્યો છે કે ગાયને જમાડીને જ જમવું અને શ્વાન માટે રોટલા બનાવી જીવદયા નું કાર્ય કરી રહયા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખરી મહેનત કરીને અંદાજે ૧૦૦ થી વધુ રેઢીયાળ ઢોરને જુવાર ખવડાવી ને અનોખી સેવા કાર્ય કરી રહયા છે. ત્યારે મયાપુર ગામનું આ યુવા દંપતિ એ ગાય માતાની સેવા કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે.

આ સંકલ્પ દરમ્યાન દંપતિ એ ૧૦ વિઘા ની લીલી જુવાર( ચાસટીયો) નું વાવેતર કર્યુ હતું તેને ગાયો માટે કાપણી માટે આ દંપતિ સહિત પરિવારના અન્ય પાંચ સભ્યો છેલ્લા એક મહિનાથી સેવાકાર્ય કરી રહયા છે. આ ઉપરાંત રોજ ચાલીસ જેટલા રોટલા બનાવીને શ્વાનને પણ ખવડાવવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોૈ માતા અને શ્વાન ને પિવાનું પાણી અને ખોરાક ની વ્યવસ્થા કરી આપીને આ દંપતિએ વ્યસ્ત રહેતા લોકોને પણ સેવા કરવા માટે નવી પ્રેરણા પુરી પાડી છે.

(12:02 pm IST)