Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વઢવાણમાં ભુગર્ભ ગટર યોજના નિષ્ફળ

ઠેર-ઠેર રોડ ઉપર ગટરના રેલાતા પાણીઃ ધાર્મિક સ્થળો પાસે ગટરના પાણીઃ ગંદા પાણીથી રોગચાળાનો ભયઃ તંત્ર ધ્યાન આપતું નથી

વઢવાણ તા.૧૮: ભુગર્ભ ગટરોમાં ગંદા પાણી જવાના બદલે રોડ રસ્તા ઉપર જયારે પિવાના પાણી સાથે ગટરનાં પાણીનું મિશ્રણ લોકોમાં દેકારો બોલ્યો, સાફ-સફાઇ ઉપર પણ બેદરકાર તંત્ર સામે રોષ ફેલાયો છે.

નગરપાલિકાનો વહીવટ કથળી ગયો છે તે સામે લોક રોષની લાગણી ફેલાઇ જવા પામેલ છે.

કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં ભુર્ગભમાં ગંદકી- ગટરોના કનેકશન અપાયા બાદ સિધો નિકાલ થવાના બદલે આ ભુર્ગભ ગટરોના પાણી ની ગંદકી સિધાજ રોડ રસ્તા ઉપર ગંદાપાણી ગટરોના ઢાંકાણા ઉપર ગટરોના પાણી રેલાય છે જે ચોમાસાની સિઝન માફક રોડ રસ્તા ઉપર પ્રસરે છે.

 રામજી મંદિરના ભાવિકો દર્શન માટે આવે ત્યારે  નાહ્યા ધોયેલા દર્શનાર્થી ઓને  ગટરના ગંદા પાણી માથી પસાર થઇ દર્શન માટે જવું પડે છે. ફરજીયાત આના કારણે  ધાર્મિક લોકોની લાગણી પણ દુભાવવાનો પ્રજા હાલમાં આ પ્રમુખના રાજમાં સર્જાયો છે.

ત્યારે આજે રોડ ઉપર સવારના નમાઝ પઢવા માટે મુસ્લીમ બિરાદરો પણ પસાર થાય છે. ત્યારે આ મુસ્લિમ લોકોને લાગણી દુભાય છે અને કચવાટ અનુભવી રહયા છે ત્યારે ભાજપના સદસ્ય જયાં ચુંટાયા છે અલ્તાફ ભાઇ ચોૈહાણ ની દુકાન  ઘર પાસે પણ ભુગર્ભ ગટર અને એના ઉભરાતા પાણી ગંદકી થી બેફામપણે આ સમસ્યા વકરી રહી છે. ભુગર્ભ ગટરોના ભુંગળા પાઇપ માત્રા કરતા નાના હોવાની પણ ફરીયાદ ઉઠી છે. ત્યારે ગંદા પાણી ગંદકીની માત્રા વધુ હોવાના કારણે કુંડીઓ માંથી નિકાલ થવામાં અડચણ હોવાની ફરીયાદ પણ ઉઠી છે નિકાલ ન થતા કું ડી ઓ બનાવી છે જે ભરાઇ ઉભરાઇ છલકાય છે અને ગંદાપાણી ગંદકી બહાર ઉભરાય છે.

હાલમાં આવી આ મુસીબત તો છે જ ત્યારે  શું ચોમાસામાં આ પાણીનો નિકાલ થશે ખરો એ પણ એક પ્રશ્ન છે ચોમાસામાં આવા આ ભુગર્ભ ગટરના કનેકશન ખાળકુવાના આપવામાં આવેલા આ કનેકશન થી લોકોના શોૈચાલયો ગામના ગંદકી લઇ ઉભરાવવાના બનાવો તો નહી બનેને એવો સવાલ હાલ લોકોમાં ઉદભવ્યો છે.

દેપાળા વાડ પાસે ઉભરાતી છલકાતી ગટરોના પાણીની તળાવડા રેલાઇ અને કસ્બા શેરી મુસ્લિમ વિસ્તાર સુધી દરરોજ જયારે પહોંચે છે ત્યારે મુસ્મિલ વિસ્તારમાં વગર વાંકે ગટરોના પાણીનો માર સમાન સહન કરવાનો સમય વારો આવ્યો છે.

જયા મસ્જીદ આવેલી છે જયા આ સમસ્યાએ ભારે માઝા મુકી છે ત્યારે મસ્જીદમાં આવતા નમાઝી ભાઇઓમાં પણ ભારે રોષની લાગણી ઉદભવવા પામેલ છે.

શહેરમાં કચોર ઠેર-ઠેર ખડકાયેલો જાહેર માર્ગો ઉપર ઉકરડા અને ગંદકીનું ભારે સામ્રાજય સર્જાયું છે વઢવાણ અબોલ પીરના ચોકમાં માલીકોની જગ્યામાં ગટરોના ગંદા  કચરના ગંજ ખડકાયેલા રહયા છે ત્યારે પ્રમુખને અવાર નવાર આ પ્રશ્ન ઉપાડવા માટે જાણકારી આપવામાં આવી છે. તંત્રને આ ગંદકી ઉપાડવા રહેવાસી મહેશભાઇ મકવાણા, ગુલશન બેન શમા બકાભા યાસિનભાઇ આરબ, ફઝલભાઇ ચોેહાણ સહિતે માંગણી ઉઠાવી છે.

વઢવાણમાં બાંધણી ઉદ્યોગ પુરબહારમાં ખિલ્યો છે બાંધણી બંધાયા બાદ બાંધણી રંગાટ પણ વઢવાણમાં ઘરે ઘરે ગલીએ ગલીએ રંગાટ કરવાનું કામ પુરબહારમાં ચાલ્યુ છે ત્યારે કેટલીક જગ્યાએ રંગાટના કારણે કેમિકલ યુકત પાણી નો નિકાલ ગટરોમાંજ કરવામાં આવી રહ્યો છે તેવી ફરીયાદો છે.

(11:58 am IST)