Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સીપીએલ ઇન્ડિયા કંપની દ્વારા ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસર્થે શિષ્યવૃતિ યોજના

ધૂન ધોરાજી ખાતે યોજાયેલ સન્માન સમારંભ

કાલાવડ શીતલા, તા.૧૮: સી.એલ.પી ઈન્ડિયા કંપની દ્વારા આરોહણ પ્રોજેકટ અંતર્ગત આ ગામોમાં ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે મદદરૂપ થવા શિષ્યવૃતિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય કેે ખર્ચ કરવામાં મૂશ્કેલી ન પડે.

વર્ષ-૨૦૧૮માં આવા ભાઇઓ-બહેનોની નકકી કરેલા માપદંડો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. અને જેની શિષ્યવૃતિ મંજૂર થઇ છે. તેમનો સન્માન સમારંભ કાર્યક્રમ તારીખ ૧૬-૫-૨૦૧૮ના રોજ કાલાવડ તાલૂકાની ધૂન ધોરાજી ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી. જેમાં સ્થાનિક શિક્ષણવિદ અને 'દિવ્યજયોત વિદ્યાલય' ના નિયામક ચેતનભાઇ ચોવટીયા અને 'કિલ્લોલ સ્કૂલ' ઉપલેટાના ગોપાલભાઇ ભરાડે લોકોને આજના શિક્ષણના પ્રશ્નો અને ઉકેલરૂપ શિક્ષણ પ્રક્રિયામાં બદલવાની જરૂર છે.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સુમનભાઇ રાઠોડે જણાવ્યુ કે જે વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ મેળવી રહ્યા છે તે ખરા અર્થમાં તેનો ઉપયોગ શિક્ષણના હેતુસર કરે તે ખૂબ જરૂરી છે, મોજશોખ માટે નહીં. આ પ્રસંગે CLP ઈન્ડિયાના પ્રતિનિધિ પ્રિતેશ શર્માએ જણાવ્યું કે કંપની આ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરે છે.

ધૂન ધોરાજી ગામના સરપંચ કુંભાભાઇ અને મોહિતભાઇએ સમગ્ર વ્યવસ્થાકીય જવાબદારી નિભાવેલ છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, કાલાવડના કાર્યકર્તાઓમાં મહેશભાઇ તાવિયા અને નિતાબેન પરમારે સતત લોકસંપર્ક કરીને લોકોને લાભાર્થી બનાવવાનો પ્રયત્ન કરેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિલ્ડ કો.ઓર્ડિનેટર પ્રેમજીભાઇ વાલસૂરે કર્યુ હતું.

(11:43 am IST)