Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજય સરકારમાં ધારાસભ્યોના કામ ન થતાંનો પુનઃ ગણગણાટઃ ''સુડા''ની હદ વધારાતી નથી

પોરબંદર તા. ૧૮ : રાજય સરકારમાં ધારાસભ્યોના કામ ન થતા હોવાનો ફરી ગણગણાટ શરૂ થયો છે અગાઉ અનેક વખત રજુઆતો કરી છતા પગલા લેવામાં આવતા નથી તેવી ફરીયાદો છે.

સરકારમાંં ભાજપના ધારાસભ્યો ઉપર કોંગ્રેસના ધારાસભ્યોના કામ થતા નથીસુરત શહેર જિલ્લાના ૧પ ધારાસભ્યોના લાગુ પડતા વિસ્તારનો સુરત રૂરલ ડેવલોપમેન્ટ (સુડા) હદ વધારીને સમાવેશ કરવા અને વખત રજુઆત કરી છ.ે

અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજુઆત કરી હતી. ત્યારે કથિત ભ્રષ્ટાચારની ચર્ચા ઉઠી હતી એક સમયે 'સુડા'ની હદ વધારવાની તૈયારી હતી તેવા સમયે માજી મુખ્યમંત્રીના મળતીયા બિલ્ડરને ફાયદો થાય તેવા પ્રયત્નો થયેલ અને આ વાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોંચી હતી.

સુરતના તમામ ધારાસભ્યોના વિસ્તારમાં તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને  જિલ્લા પંચાયતી કે તાલુકા પંચાયત તરફથી બાંધકામ મંજુરી મળતી નથી જેની અનેક વખત રજુઆતો કરી છે. જેમાં ધ્યાન ન અપાતા ફરી ધારાસભ્યોમાં નારાજગી વ્યાપી ગઇ છે જેની અસર આગામી ર૦૧૯ ની ચુંટણીમાં પડે તેવી સંભાવના હોવાની રાજકીય સુત્રોમાં ચર્ચા ઉઠી છે.

(11:39 am IST)