Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

હળવદમાં પત્‍નિ સાથે ચડભડ થતાં દિનેશ ડીઝલ છાંટી સળગ્‍યો

મુળ જાંબુવાનો યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૮: હળવદમાં ત્રણ માળીયા ક્‍વાર્ટરમાં ભાડેથી રહેતાં દિનેશભાઇ પતીયાભાઇ ભુરીયા (ઉ.વ.૩૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે શરીરે ડીઝલ છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે હળવદ પોલીસને જાણ કરી હતી.

દિનેશભાઇએ જણાવ્‍યું હતું કે પોતે ચાર બહેન અને બે ભાઇમાં નાનો છે અને કડીયા કામની મજૂરી કરે છે. એમપીના જાંબુવાથી બે વર્ષ પહેલા હળવદ રહેવા આવ્‍યો છે. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પત્‍નિ બે દિવસ પહેલા ઝઘડો કરી સગાને ત્‍યાં જતી રહી હતી. ગત સાંજે પરત આવી ત્‍યારે આ બાબતે ફરી ચડભડ થતાં પોતાને માઠુ લાગી જતાં સળગી ગયો હતો.

(12:43 pm IST)