Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અમરેલીમાં તમંચા સાથે પરપ્રાંતિય ઝડપાયો

અમરેલી : સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલી઼ગ દરમિયાન હકિકત આધારે અમરેલી, લાઠી રોડ,ફાટક પાસે રહેતા પરશુ મોહનભાઇ માવી ઉ.વ.ર૭ રહે. અમરેલી લાઠી રોડ ફાટક કંકુ ગોડાઉન પાસે આવેલ ઝુંપડામાં તા. જિ. અમરેલી, મુળ રહે. બોરકુંડીયા, ઘોડા મંડન ફળીયુ, તા. ભાભરા, જિ. અલીરાજપુર (મધ્‍યપ્રદેશ)ને એક દેશી  હાથબ નાવટનો તમંચો (અગ્નિશષા) કિ. રૂા.૧૦૦૦ સાથે પકડાયેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિ઼હની સુચના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ઇન્‍સ. એ.એમ. પટલ તથા પો.સ.ઇ. એમ.બી. ગોહિલ,તથા પો.સ.ઇ. એમ.ડી. સરવૈયા, તથા હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી, આદિત્‍યભાઇ બાબરીયા તથા પો. કોન્‍સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(1:26 pm IST)