Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

૧૧ વર્ષના બાળક સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધ કૃત્‍યના કેસમાં દ્વારકાની કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮ : પોતા બે વર્ષ પહેલાના પોકસો કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦ નો દંડ દ્વારકાની સ્‍પે. પોકસો અદાલતે ફરમાવેલ હતી.

આ કેસની ટૂંકી હકીકત મુજબ ફરીયાદી અને આરોપી એક જ ગામમાં રહેતા હોય ફરીયાદી  ડ્રાઇવીંગ કામ કરતા હોય તા. ૨/૫/૨૧ના રોજ ફરીયાદીનો પુત્ર (ઉવ.૧૧) વાળો દરણુ દળવવા અને દરણાનો હિસાબ કરવા સવારે ૧૦ વાગ્‍યે ડાડુભા વાઘેરની ઘંટીએ ગયેલ અને વચ્‍ચે આરોપી ભાવેશ પાલા પરમાર દેવીપૂજક ઉવ.૩૪ રહે. ભીમરાણા વાળાનું મકાન આવતુ હોય ત્‍યા ભોગ બનનાર પહોંચતા આરોપીએ મોઢે મુંગો દઇ ભોગ બનનારને તેના મકાન લઇ જઇ ડેલી, દરવાજો બંધ કરી રૂમમાં ભોગ બનનારના કપડા કાઢી તેની સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરેલ. ત્‍યારબાદ આરોપી સુઇ જતા મોકો મળતા ભોગ બનનારે ઘરે આવી દુષ્‍કૃત્‍યની વાત તેમના પિતા ફરિયાદીને કરતા ફરીયાદીએ આરોપી ભાવેશ પાલા પરમાર વિરૂધ્‍ધ મીઠાપુર પો.સ્‍ટે. માં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૭૭ પોકસો એકટ કલમ ૩,૪,૫ (એમ) વિ. તથા એટ્રોસીટી કલમ ૩ (૨),૫ હેઠળ પણ બનતો હોય ડી.વાય.એસ.પી. શારડાએ તપાસ કરી ભોગ બનનાર તથા આરોપીનું મેડીકલ તપાસણી કરાવી,ચાર્જશીટ કરેલ.

સદર કેસ દ્વારકાના એડી. સેસન્‍સ જજ અને સ્‍પે. પોકસો કોટમાં ચાલવા પર આવેલ અન.ે આ કેસમાં કુલ ૧૫ સાક્ષીઓ તપાસેલ અને ફરીયાદી ભોગબનનાર તથા મેડીકલ ઓફીસરની જુબાનીઓ તથા લાખાભાઇ આર. ચાવડા જીલ્લા સરકારી વકીલ દેવભુમિ દ્વારકાની લંબાણપૂર્વકની દલીલો ધ્‍યાને લઇ આરોપી ભાવેશ પાલા પરમારને દ્વારકા સ્‍પે. પોકસો જજ શ્રી પી.એચ. શેઠનાએ ફોજદારી તથા પોકસો એકટની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી આરોપીને પોકસો એકટની કલમ ૫(એમ) હેઠળ ૨૦ વર્ષી સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦ દંડની સજા ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિકટીમ કોમ્‍પેનસેશન સ્‍કીમ હેઠળ રૂા. ૩ લાખ ચુકવવા હુકમ કરેલ છે.

(1:17 pm IST)