Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પોરબંદરની ગોઢાણીયા કોલેજનું ગૌરવ પ્રાધ્‍યાપક શાંતિબેન : ઇન્‍ટરનેશનલ કક્ષાએ સંશોધનપત્ર રજૂ

પોરબંદર તા. ૧૮ : મહિલા કોલેજની અધ્‍યાપિકા શાનીબેન સીડાએ ઇન્‍ટરનેશનલ કક્ષાએ સંશોધનપત્ર પ્રસ્‍તુત કરીને ગૌરવ વધારેલ છે. ડો. વી આર ગોઢાણીયા મહિલા કોલેજના એમકોમ વિભાગના શાંતીબેન સીડાએ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર  જૂનાગઢની ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત વેરાવળની સવજાણી કોલેજ ખાતે તાજેતરમાં યોજાયેલ ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ શોધપત્ર પ્રસ્‍તુત કરીને નારી ગૌરવ વધાર્યું છે.

મૂળ સીમર ગામના નિવાસી અને બીબીએ, એમબીઅ,ે એલબીબી, એલએમએન(ચાલુ)ની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) અમદાવાદ ખાતે ફાઇનાન્‍સ, મેનેજમેન્‍ટ વિષય પર પીએચડી કરી રહ્યા છે.

તેઓએ રાષ્‍ટ્રીય સીટે અને ઇન્‍ટરનેશનલ ત્રણ ત્રણ એમ છ ફાઈનાન્‍સ મેનેજમેન્‍ટ પર શોધપત્ર રજૂ કરીને મેગેઝીનમાં પ્રકાશિત કર્યા છે. તદુપરાંત સંસાધનક્ષેત્રે આગવીસૂઝ ધરાવતા અને અધ્‍યયનશીલ અધ્‍યાપક સ્‍વ અને કારકિર્દી, એડવાન્‍સ મેનેજમેન્‍ટ, ધંધાકીય સંશોધન (ગુજરાતી/અંગ્રેજી માધ્‍યમ) એમ ચાર પુસ્‍તકો પ્રકાશિત કર્યા છે.

ટ્રસ્‍ટની ઓફિસ ખાતે ટ્રસ્‍ટના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યાપુરુષ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ તેઓનો અભિવાદન કરતાં જણાવ્‍યું હતું કે અધ્‍યયનશીલ અધ્‍યાપક જ અધ્‍યેતાને ગુણવત્તા સભર શિક્ષણ આપી શકે છે. શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા માટે સંશોધનો અનિવાર્ય ગણાવીને દેશ વિદેશમાં શિક્ષણનું સ્‍તર ઊંચું હોવાના પાયામાં જે તે વિષયોમાં સતત સંશોધન તથા રહે છે તેમણે અભિનંદન પાઠવી શુભેચ્‍છા આપી હતી.

 એકેડેમી ટ્રસ્‍ટી ડો. હીનાબેન ઓડેદરા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રો. ડો. કેતન શાહ, એમકોમ વિભાગના રણમલભાઈ મોઢવાડિયા, જાનકીબેન કોટેચા, ટ્રસ્‍ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી ઉપસ્‍થિત રહીને પ્રસન્નતાની લાગણી અનુભવી હતી.

(1:16 pm IST)